World News: બ્રિટનમાં સત્તા પરિવર્તનના એંધાણ, પીએમ પદ માટે Shabana Mahmoodનું નામ રેસમાં સૌથી આગળ
શબાના મહમૂદ લેબર પાર્ટીના પ્રભાવશાળી નેતા છે. જો કીર સ્ટાર્મર સત્તા છોડશે તો શબાના પ્રથમ મુસ્લિમ પીએમ બનશે.
એપસ્ટીન ફાઇલથી હાહાકાર
બ્રિટનની રાજનીતિ હાલમાં સંકટમાં છે. અહીં સત્તા પરિવર્તનના એંધાણ દેખાઇ રહ્યા છે. પીએમ કીર સ્ટાર્મરની લેબર પાર્ટીમાં વિરોધના સુર ઉઠ્યા છે. આ વચ્ચે પક્ષના પીએમ પદ માટે શબાના મહમૂદનું નામ સામે આવ્યુ છે. તેઓ હાલમાં બ્રિટનના ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જો પરિસ્થિતિઓ બદલાશે તો તેઓ બ્રિટનના પ્રથમ મુસ્લિમ મહિલા પીએમ બનશે. આ રાજનૈતિક સંકટ માટે એપસ્ટીન ફાઇલ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે.
સાસંદોએ કર્યો પીએમનો વિરોધ
એપસ્ટીન ફાઇલમાં કીર સ્ટાર્મર તરફથી નિયુક્ત રાજદૂત પીટર મંડેલસનનું નામ આવવાથી સ્ટાર્મર પર દબાણ વધ્યો છે. કીર સ્ટાર્મરથી લેબર પાર્ટી નારાજ છે. મોટા ભાગના સાંસદો વિરોધ કરી રહ્યા છે. બ્રિટનમાં લેબર પાર્ટીની સરકાર છે. જેની પાસે હાઉસ ઓફ કોમન્સની 650માંથી 404 બેઠક છે.
કોણ છે શબાના મહમૂદ ?
45 વર્ષીય શબાના મહમૂદ વકીલ અને બ્રિટનના ગૃહમંત્રી છે. તેઓ લેબર પાર્ટીમાં પોતાની શાખ ધરાવે છે. તેમની મહત્ત્વકાંક્ષા અને કાર્ય કરવાની પદ્ધતિ તેમને બધાથી અલગ કરે છે. શબાના મહમૂદ કીર સ્ટાર્મરના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ પાર્ટીમાં પ્રભાવશાળી નેતા અને વક્તા છે. શબાના મહમૂદ બર્મિંઘમ લેડીવુડ બેઠકના સાંસદ છે. તેમનો જન્મ 1980માં બર્મિંઘમમાં થયો હતો. તેઓએ કાયદાનો અભ્યાસ કરીને બેરિસ્ટર બન્યા હતા.
ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી
શબાના મહમૂદની ઓળખ એક તરફ મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા નેતાના રૂપમાં થાય છે. તેમની નીતિઓ ખાસ કરીને ઇમિગ્રેશન પર કડક રહી છે. ગૃહ મંત્રી તરીકે, તેમણે કાયમી નિવાસ માટેના નિયમો, એટલે કે, વસાહત અથવા અનિશ્ચિત રજા માટે રહેવા માટે નિયમો કડક કરવાની યોજનાઓ રજૂ કરી છે. તેમણે દલીલ કરી હતી કે બ્રિટનમાં કાયમી નિવાસ એ અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે.
આ પણ વાંચોઃ કેનેડામાં Khalistaniઓની ખેર નહીં, Ajit Dovalના પ્રવાસ બાદ બદલાઇ રહ્યુ છે ચિત્ર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

