World News: મિડિલ ઇસ્ટના 7 મુસ્લિમ દેશ તોડીને બનશે 'ગ્રેટર ઇઝરાયલ', અમેરિકી રાજદૂતનુ નિવેદન ચર્ચામાં

Last Updated: February 23, 2026By

અમુક નેતાઓએ ઇઝરાયલના સંભાવિત ક્ષેત્રીય વિસ્તારને ધાર્મિક આધાર પર યોગ્ય ઠેરવવાની વાત કહી છે.

અમેરિકાના રાજદૂત માઇક હકાબીનું નિવેદન

ઇઝરાયલી નેતાઓના નિવેદનો અને અમેરિકી સમર્થનથી આંતરરાષ્ટ્રીય કાયદા અને ફિલિસ્તીની રાજ્યની સંભાવના પર સવાલ ઉભા થયા છે. ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હકાબીએ થોડા દિવસો અગાઉ નિવેદન આપ્યુ હતુ કે, ઇઝરાયલનો મિડિલ ઇસ્ટના મોટા ભાગ પર અધિકાર છે. હકાબીએ કંઝરવેટિવ કમેન્ટર ટકર કાર્લસન સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, જો ઇઝરાયલ મિસરની નીલ નદીથી લઇને ઇરાકની યૂફ્રેટ્સ નદી સુધીનો વિસ્તાર પોતાના કબ્જામાં લઇ લે તો તેમને કોઇ તકલીફ થશે નહી.

અમેરિકી રાજદૂતના ઇન્ટરનેશનલ કોર્ટ પર આરોપ

અમેરિકાના રાજદૂત માઇક હકાબીએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જેવા આંતરરાષ્ટ્રીય કોર્ટ પર ટિપ્પણી કરી છે. કારણ કે તેઓ ઇઝરાયલના કબ્જાનો વિરોધ કરે છે. 2024માં આઇસીજેએ ફિલિસ્તાની ક્ષેત્રો પર ઇઝરાયલના કબજાને ગેરકાયદેસર ગણાવ્યુ છે. પરંતુ આ નિર્ણયને લાગૂ નહીં કરાયો. નિષ્ણાંતોનું માનવું છે કે, ઇઝરાયલના નેતા ખુલીને વિસ્તારની વાત કરે છે. અને અમેરિકી અધિકારી તેને સામાન્ય ગણાવે છે.

‘ગ્રેટર ઇઝરાયલ’ પ્રોજેક્ટ શું છે?

હર્ઝલનું ‘ગ્રેટર ઇઝરાયલ’ મિસરથી લઇને ફરાત નદી સુધી ફેલાયુ છે. દાવો કરાયો છે કે, આ મિડિલ ઇસ્ટમાં માત્ર યહુદી પ્રોજેક્ટ નથી. પણ અમેરિકાની વિદેશ નીતિનું પણ અભિન્ન અંગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય-પૂર્વમાં રણનૈતિક તરીકે અમેરિકાના વર્ચસ્વને વધારવાનું છે. જેવી રીતે આઝાદ ફિલિસ્તાની માટે ‘રિવર ટૂ સી’નો નારો અપાયો છે. તેવી જ રીતે ‘ગ્રેટર ઇઝરાયલ’ માટે ‘રિવર ટૂ રિવર’નો નારો આપવામાં આવ્યો છે. મિસરની નીલ નદીથી લઇને પશ્ચિમ એશિયાની ફરાત નદી સુધી ‘ગ્રેટર ઇઝરાયલ’ની કલ્પના કરાઇ છે.

આ પણ વાંચોઃ America Weather: ભારે વરસાદ અને પવનના કારણે શહેરોમાં સર્જાઇ કટોકટીની સ્થિતિ, વહીવટીતંત્ર થયુ સતર્ક