World News: વોશિંગ્ટનમાં યોજાશે Board of Peaceની પ્રથમ બેઠક, જાણો તારીખ અને સમય
‘બોર્ડ ઓફ પીસ’ની બેઠકનો હેતુ યુદ્ધમાં નાશ થયેલા ગાઝાના પુનઃનિર્માણ માટે વૈશ્વિક ફંડ એકત્ર કરવાનો છે.
‘બોર્ડ ઓફ પીસ’ બેઠક માટે તૈયારીઓ
‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠક 19 ફેબ્રુઆરી રમઝાનના રોજ શકુ થશે. આ બેઠકમાં મોટાભાગના મુસ્લિમ દેશો સામેલ થશે. પરંતુ અમુક દેશ આ બેઠકથી દૂર છે. આ બેઠકમાં કુલ 30 દેશ સામેલ થશે. આ સંગઠન યુદ્ધમાં વિનાશ થયેવા ગાઝાને ફરી ઉભુ કરવા અને તેની જવાબદારી નિભાવવા માટે બનાવવામાં આવ્યુ છે. બેઠકની તારીખ અંગે મુંઝવણ છે. કારણ કે, રમઝાન સમયે શરુ થશે બેઠક તો અરબ દેશની ઉપસ્થિતિ પર અસર જોવા મળશે. રમઝાન દરમિયાન આરબ દેશના નેતાઓ તેમના દેશમાં રહેવાનું પસંદ કરે છે.
કયા દેશોએ સ્વીકાર્યુ ટ્રમ્પનું આમંત્રણ ?
સાઉદી અરેબિયા, તુર્કી અને કતાર સહિત આઠ મુસ્લિમ દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પના બોર્ડમાં જોડાવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ, ફ્રાન્સ અને યુક્રેન જેવા કેટલાક દેશોએ સંગઠનમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. આ દેશોએ બોર્ડમાં રશિયાની હાજરી અને તે સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાને નબળી પાડી શકે છે તે ભયને ચિંતાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. હંગેરીના રાષ્ટ્રપતિ વિક્ટર ઓર્બને બેઠકમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. તેમને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે.
ટ્રમ્પ શાંતિ બોર્ડના છે અધ્યક્ષ
‘બોર્ડ ઓફ પીસ’ ના ચાર્ટર મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પને અનિશ્ચિત સમય માટે તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ગયા મહિને દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન આ સંગઠનની જાહેરાત કરી હતી. જ્યાં લગભગ 20 દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. આ બોર્ડ ઇઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ કરાર હેઠળ ગાઝાના ભવિષ્યની દેખરેખ માટે બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હુકાબી કહે છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળ પછી શાંતિ બોર્ડ એક મોટો પ્રોજેક્ટ બની શકે છે.
આ પણ વાંચોઃ Indus Treaty Suspension: સિંધુ કરાર સસ્પેન્ડ થતાં મોદી સરકાર એક્શનમાં, જાણો કયા પ્રોજેક્ટને મળી લીલી ઝંડી?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

