World News: Donald Trumpને રાષ્ટ્રપતિ બન્યાના બીજા કાર્યકાળને એક વર્ષ થયું પૂર્ણ, તેમના 12 નિર્ણયે વિશ્વને હચમચાવ્યુ
ટેક્સ બિલથી લઇને ઇમિગ્રેશન સખ્તી, ટેરિફ વોર અને વેનેઝુએલા કાર્યવાહી સુધી ટ્રમ્પના નિર્ણયોએ વિશ્વને હચમચાવ્યુ છે.
વિશ્વમાં હોબાળો મચાવતા ટ્ર્મ્પના નિર્ણયો
20 જાન્યુઆરી 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજીવાર શપથ ગ્રહણ કર્યા હતા. આજે તેમના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયુ છે. આ સમગ્ર વર્ષ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે રોજ નવા નિર્ણયો લઇને વિશ્વમાં હોબાળો મચાવ્યો હતો. તેમના વિવાદિત નિર્ણયોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પ્રમાણમાં હલચલ જોવા મળી હતી. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતા જ જાહેર કર્યુ હતુ કે, તેનો કાર્યકાળ સખ્ત, તેજ અને વિવાદિત રહેશે. અર્થવ્યવસ્થા, ઇમિગ્રેશન, પૉલિસી તમામ ક્ષેત્રે ટ્રમ્પે પોતાનો અંદાજ દર્શાવ્યો છે.
1. સરકારમાં DOGEનું ગઠન
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ જાહેરાત કરી હતી કે, અમેરિકન સરકારને નાની અને સસ્તી બનાવીશું. પ્રથમ દિવસે જ તેઓએ DOGE બનાવ્યુ. અને તેની કમાન ઉદ્યોગપતિ તથા ટેસ્લાના સીઇઓ એલન મસ્કને સોંપી હતી. DOGEએ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓની છટણી કરી હતી.
2. ઇમિગ્રેશન પર હમણા સુધીમાં સૌથી મોટી કાર્યવાહી
ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રેશન વિરુદ્ધ હમણાની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. 19 ગેરકાયદે યૂરોપીય દેશથી ઇમિગ્રેશન પર રોક, હજારો વીઝા રદ્દ, નવા વીઝા ફ્રિઝ અને મોટા શહેરોમાં ICEના દરોડા સામાન્ય વાત બની હતી. માર્ચમાં ટ્રમ્પે Alien Enemies Act લાગૂ કરીને વેનેઝુએલાના ગેંગ સભ્યોને દેશમાંથી બહાર કાઢવા માટે મજબૂર કર્યા હતા. કેટલાક શહેરોમાં તેનો વિરોધ થયો હતો.
3. વિશ્વમાં ટેરિફની જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળની શરુઆત ટ્રેડ વોર સાથે કરી હતી. જાન્યુઆરીમાં ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવામાં આવ્યુ હતુ. એપ્રિલમાં તેઓએ તેને લિબરેશન ડે કહીને તમામ દેશો પર 10% ટેરિફ લાદ્યો હતો. ભારત પર 50% ટેરિફ લગાવાયો હતો. અને 500%ની ધમકી અપાઇ હતી.
4. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં સીઝફાયર
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કૂટનીતિક સફળતા ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું સીઝફાયર માનવામાં આવે છે. 2023થી ચાલી રહેલી આ જંગમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ટ્ર્મ્પે મધ્ય પૂર્વ જઇને આ કરારની ઉજવણી પણ કરી હતી. પરંતુ જમીન પર ઇઝરાયલના હુમલાઓ હજુ પણ યથાવત્ છે. સીઝફાયરના બીજા તબક્કા માટે પ્રયત્ન શરુ છે.
5. ટ્રાવેલ પર પ્રતિબંધ અને સખ્ત પ્રવેશ નિયમો
રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ડોનાલ્ડ ટ્ર્મ્પ સરકારે કેટલાયે દેશના નાગરિકો માટે અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. એયરપોર્ટ પર સખ્ત તપાસ, લાંબી પૂછપરછ અને કેટલાક કિસ્સાઓમાં ટ્રાવેલ બેન જોવા મળ્યા હતા.
6. અમેરિકા WHOમાંથી ફરી બહાર નિક્ળ્યુ
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ફરી એકવાર WHOમાંથી બહાર કાઢ્યુ છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે, WHOએ મહામારી દરમિયાન ખોટા નિર્ણયો લીધા હતા. અમેરિકા સાથે ભેદભાવ કર્યો હતો. આ પગલાના કારણે સ્વાસ્થ્ય વ્યવસ્થા પર મોટી અસર જોવા મળી હતી.
7. વેનેઝુએલા પર હુમલો અને માદુરોની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિક હેઠળ એક વર્ષમાં 4 દેશ પર નિયંત્રણ મેળવ્યુ છે. તેમા વેનેઝુએલા, નાઇઝર, આર્મેનિયા અને સીરિયાનું નામ સામેલ છે. જાન્યુઆરી 2026ની શરૂઆતમાં ટ્રમ્પે વેનેઝુએલા વિરુદ્ધ મોટુ એક્શન લીધુ હતુ. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી.
8. ગ્રીનલેન્ડ મામલે યુરોપની ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે, તેને ગ્રીનલેન્ડ કોઇપણ સ્થિતિમાં જોઇએ છે. સુરક્ષાની દ્રષ્ટીએ ગ્રીનલેન્ડ સૌથી મહત્વનું છે. ટ્રમ્પે 8 યૂરોપીય દેશોને ચેતાવણી આપી છે. જો ગ્રીનલેન્ડ નહી મળે તો ગ્રીનલેન્ડ પર અમેરિકા ફેબ્રુઆરીથી 10% અને જૂનથી 25% ટેરિફ લાદશે.
9. બિગ બ્યુટીફુલ બિલ થયુ પસાર
કોંગ્રેસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું અને ચર્ચિત ટેક્સ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલનું નામ પોતે ટ્રમ્પે રાખ્યુ છે. ‘વન બિગ, બ્યુટીફલ બિલ એક્ટ’. આ કાયદા દરમિયાન સરકારના મોટા ભાગના ખર્ચ પર તરાપ મારવામાં આવશે. ટિપ્સ પર ટેક્સ ખત્મ કરવામાં આવ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ અને સર્વિસ સેક્ટરને સીધો ફાયદો મળશે.
10. ગોલ્ડ કાર્ડ યોજના
ડિસેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ‘ગોલ્ડ કાર્ડ યોજના’ લોન્ચ કરી હતી. જેના હેઠળ 10 લાખ ડૉલર આપનાર વિદેશી નાગરિકો અને કંપનીઓને અમેરિકામાં રહેનાર અને ભવિષ્યમાં અમેરિકાના નાગરિક થનાર લોકોને સરળ રસ્તો મળશે.
11. ઇરાન પર બી-2 બોમ્બરથી હુમલો કરવો
ગયા વર્ષે જૂન મહિનામાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થઇ હતી. પહેલા આ બે દેશો વચ્ચેની જંગ સુધી સમિત હતુ. બાદમાં અમેરિકાએ તેનામાં હસ્તક્ષેપ કર્યો હતો. અમેરિકાએ બી-2 બોમ્બરથી ઇરાનના ત્રણ મુખ્ય ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો હતો.
12. 66 સંસ્થાઓમાંથી અમેરિકા બહાર થયુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે 60થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંધીઓમાંથી બહાર નિકળવાના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે એક ઐતિહાસિક પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમ પર સાઇન કર્યા છે. જેના હેઠળ અમેરિકા 66 આંતરરાષ્ટ્રીય સંગઠનો, સંધીઓ અને સંસ્થાઓમાંથી બહાર નિકળ્યુ છે.
આ પણ વાંચોઃ Republic Day 2026: 26મી જાન્યુઆરીની પરેડમાં કઇ વસ્તુઓ લઇ જઇ શકાય અને કઇ વસ્તુઓ પર છે પ્રતિબંધ, જાણો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

