WPLના એલિમિનેટરમાં પહોંચી દિલ્હી:યુપીને 5 વિકેટે હરાવ્યું; મેરિઝાનની 3 વિકેટ, 2 વખતની ચેમ્પિયન મુંબઈ બહાર
વડોદરામાં રમાયેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્ઝને 5 વિકેટે હરાવ્યું. આ જીત સાથે દિલ્હીએ WPLના એલિમિનેટર માટે ક્વોલિફાય કરી લીધું. 2 વખતની ચેમ્પિયન મુંબઈ બહાર દિલ્હીની આ જીતથી બે વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. યુપી વોરિયર્ઝ છેલ્લા સ્થાને રહી. દિલ્હીએ 8 મેચમાં 4 જીત અને 4 હાર સાથે 8 પોઈન્ટ્સ મેળવીને લીગ સ્ટેજ ત્રીજા નંબરે સમાપ્ત કર્યું. ગુજરાત જાયન્ટ્સ બીજા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા સ્થાને રહીને પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. યુપી માત્ર 122 રન જ બનાવી શકી પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્ઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 122 રન જ બનાવી શકી. ટીમની કોઈ પણ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શકી નહીં. દીપ્તિ શર્માએ 24, સિમરન શેખે 22 અને શિખા પાંડેએ અણનમ 23 રન બનાવ્યા. દિલ્હી તરફથી મેરિઝાન કેપે 3 વિકેટ લીધી. ચિનેલ હેનરી અને શ્રી ચરણીને 2-2 વિકેટ મળી, જ્યારે મિન્નુ મણિએ 1 વિકેટ ઝડપી. વોલ્વાર્ટના 47 રન 123 રનનો ટાર્ગેટ ચેઝ કરતા દિલ્હીની શરૂઆત સામાન્ય રહી. લિઝેલ લી 10 અને શેફાલી વર્મા 29 રન બનાવીને આઉટ થઈ. ત્યારબાદ લૌરા વોલ્વાર્ટે 47 અને કેપ્ટન જેમિમા રોડ્રિગ્સે 26 રનની ઇનિંગ રમી. દિલ્હીએ 18.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને મેચ પોતાના નામે કરી લીધી. યુપી તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 2 વિકેટ લીધી. શિખા પાંડે, સોફી એકલસ્ટન, ડિયેન્ડ્રા ડોટિનને એક-એક વિકેટ મળી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

