Yami Gautam on Keeping Personal Life Private & Its Impact on Her Career

Last Updated: March 21, 2026By

12 કલાક પેહલા

  • કૉપી લિંક

‘ધુરંધર 2’ની સફળતા વચ્ચે ડિરેક્ટર આદિત્ય ધરની પત્ની અને એક્ટ્રેસ યામી ગૌતમ ફરી એકવાર પોતાના અલગ નિર્ણયોને લઈને ચર્ચામાં છે. તેણે તાજેતરમાં ખુલાસો કર્યો કે, તેણે જાણી જોઈને પોતાની અંગત જિંદગીને લાઇમલાઇટથી દૂર રાખી, જેની અસર તેના કરિયર પર પણ પડી.

‘સીનિયર એક્ટરની વાતે મને પ્રભાવિત કરી’

‘પિંકવિલા’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથેની વાતચીત દરમિયાન યામી ગૌતમે જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં ઓવરએક્સપોઝરના સમયમાં પણ તેણે પ્રાઇવેટ રહેવાનો રસ્તો પસંદ કર્યો. યામીએ કહ્યું કે, ‘એક સિનિયર એક્ટરની વાતથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, ‘લોકો તમને જેટલા ઓછા ઓળખશે, તેટલું જ તેમને તમારા પાત્ર પર વિશ્વાસ અપાવવો સરળ બનશે.”

યામી ગૌતમે ટીવી સિરિયલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

યામી ગૌતમે ટીવી સિરિયલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિઝિબિલિટી જરૂરી’

તેણે સ્વીકાર્યું કે આ નિર્ણય સરળ નહોતો. ઘણી વાર તેને લાગ્યું કે, જો તે પોતાની અંગત જિંદગીને વધુ સામે લાવત, તો ફિલ્મમેકર્સ માટે તેને રોલ માટે મનાવવી સરળ હોત. એટલે કે, ઇન્ડસ્ટ્રીમાં વિઝિબિલિટી પણ કામ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

એક્ટ્રેસે એ પણ સ્પષ્ટ કર્યું કે, તે ક્યારેય અંગત જીવનને પ્રમોશનનો ભાગ બનાવવા માંગતી નહોતી. તેનું ધ્યાન હંમેશા સ્ક્રિપ્ટ અને પાત્ર પર રહ્યું. યામીના મતે, તે એવા રોલ પસંદ કરે છે, જે તેને એક એક્ટર તરીકે પડકારે અને દર્શકોને કંઈક નવું આપે.

યામી ગૌતમે 2012માં જ્હોન અબ્રાહમની ફિલ્મ 'વિકી ડોનર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં આયુષ્યમાન ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં હતો.

યામી ગૌતમે 2012માં જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘વિકી ડોનર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં આયુષ્યમાન ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં હતો.

યામીએ એમ પણ કહ્યું કે, સમયની સાથે ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવી રહ્યો છે. હવે કન્ટેન્ટ અને પરફોર્મન્સને વધુ મહત્ત્વ મળી રહ્યું છે. આ જ કારણ છે કે વધુ પબ્લિસિટી વિના પણ તેને મજબૂત ભૂમિકાઓ મળી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, યામી ગૌતમ છેલ્લે 2025માં આવેલી ફિલ્મ ‘હક’માં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. ઉપરાંત તે તેના પતિ આદિત્ય ધર સાથે ચર્ચામાં છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર’ પછી હવે ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે પેઇડ પ્રિવ્યૂ અને બીજા દિવસ સુધીની કમાણી મળીને 200 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે.