Yuzvendra Chahal & Shefali Bagga Secret Dinner Date; Cricketer Blushes in Mumbai

Last Updated: January 26, 2026By

17 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ મેદાન પર તેની ગુગલી માટે જાણીતો છે, પણ અત્યારે સોશિયલ મીડિયા પર તેની પર્સનલ લાઈફની ગુગલી જેટલી જ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ ચહલ મુંબઈમાં જોવા મળ્યો હતો, પરંતુ તે એકલો નહોતો. તેની સાથે જાણીતી એન્કર અને એક્ટ્રેસ શેફાલી બગ્ગા જોવા મળતા અટકળોનું બજાર ગરમાયું છે. તેની આ મુલાકાતની તસવીરો અને વીડિયો ઝડપથી વાઈરલ થયા, જેના કારણે ડેટિંગની અફવાઓનો નવો દોર શરૂ થયો છે.

ડેટિંગ કે ફ્રેન્ડઝોન?

શનિવારે સાંજે મુંબઈમાં જ્યારે પાપારાઝીએ ચહલ અને શેફાલીને એક બિલ્ડિંગમાંથી સાથે નીકળતા જોયા, ત્યારે કેમેરાના ફ્લેશ ચમકવા લાગ્યા હતા. બંનેએ અલગ-અલગ ફોટા પડાવ્યા, પરંતુ જ્યારે પાપારાઝીએ સાથે પોઝ આપવાની વિનંતી કરી ત્યારે બંનેએ નમ્રતાથી ના પાડી દીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે કે આખરે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે?

શેફાલી બગ્ગા અને યુઝવેન્દ્ર ચહલ

શેફાલી બગ્ગા અને યુઝવેન્દ્ર ચહલ

યુઝવેન્દ્ર ચહલ અને શેફાલી બગ્ગાનો સાથેનો વીડિયો:

કોણ છે શેફાલી બગ્ગા? શેફાલી બગ્ગા એક જાણીતી સ્પોર્ટ્સ એન્કર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તે રિયાલિટી શો ‘બિગ બોસ 13’ માં સ્પર્ધક તરીકે ભાગ લઈ ચૂકી છે અને તેના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. શેફાલી બગ્ગા સ્પોર્ટ્સ પોર્ટફોલિયો પણ ધરાવે છે અને લેજન્ડ્સ ક્રિકેટ ટ્રોફી (2024) અને દિલ્હી પ્રીમિયર લીગ (2025) સહિત વિવિધ લીગ અને શો માટે પ્રસ્તુતકર્તા, એન્કર અને હોસ્ટ તરીકે ક્રિકેટમાં સક્રિયપણે સામેલ છે.

ચહલ કે શેફાલી બગ્ગા બંનેમાંથી કોઈએ સંબંધની પૃષ્ટિ કરી નથી. જોકે, તેની એકસાથે હાજરીએ ચોક્કસપણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની મુલાકાતની દરેક વિગતનું વિશ્લેષણ કરી રહ્યા છે અને ચર્ચા છે કે શું આ નવા રોમાન્સની શરૂઆત છે કે માત્ર ફ્રેન્ડશિપ છે. જ્યાં સુધી કોઈ સત્તાવાર નિવેદન ન આવે ત્યાં સુધી, ચહલના પ્રેમ જીવન વિશેની અટકળો ચાલુ રહેવાની શક્યતા છે.

ચહલ-RJ મહવશ વચ્ચે મિત્રતા તૂટી થોડા દિવસો પહેલા, સમાચાર આવ્યા હતા કે ચહલ અને RJ મહવશે, ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા હતા, જેને ચાહકોએ બંને વચ્ચે મુશ્કેલીના સંભવિત સંકેત તરીકે અર્થઘટન કર્યું હતું. આ ચર્ચામાં વધારો કરતા, મહવશે સોશિયલ મીડિયા પર રહસ્યમય પોસ્ટ્સ પણ શેર કરી હતી, જેને ઘણા લોકો તેના જીવનમાં વ્યક્તિગત ફેરફારોનો સંકેત માને છે.

ધનશ્રી સાથે છૂટાછેડા લીધા બાદથી બંનેના ડેટિંગની ચર્ચા નોંધનીય છે કે ચહલ અને મહવશના સંબંધોને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી છે, ખાસ કરીને 2025માં ચહલના કોરિયોગ્રાફર ધનશ્રી વર્માથી છૂટાછેડા પછી. બંને અનેક પ્રસંગોએ સાથે જોવામાં મળ્યાં હતાં, જેના પછી ડેટિંગના સમાચાર તેજ બન્યા હતા.

જોકે, ચહલે આ અફવાઓને પહેલા જ નકારી કાઢી છે. રાજ શમાનીના પોડકાસ્ટમાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, તેના અને મહવશ વચ્ચે માત્ર મિત્રતા છે. તેણે એ પણ જણાવ્યું હતું કે, આ અફવાઓને કારણે મહવશને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી તેને ખૂબ જ ખરાબ લાગ્યું હતું.

હાલમાં, મહવશ અને ચહલે તાજેતરની અટકળો પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, અને ચાહકો સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા જ અનુમાન લગાવી રહ્યા છે.