આલિયા સાથેના ઝઘડા પર બોબી દેઓલે મૌન તોડ્યું:આલ્ફા કો-સ્ટાર પર કહ્યું- હું દરેક પાસે જઈને વાત સાબિત કરી શકતો નથી, માત્ર અફવા છે
બોબી દેઓલ ટૂંક સમયમાં આલિયા ભટ્ટ સાથે યશ રાજ પ્રોડક્શનની ફર્સ્ટ ફીમેલ લીડ સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘આલ્ફા’માં જોવા મળશે. લાંબા સમયથી ચર્ચા છે કે ‘આલ્ફા’ના શૂટિંગ દરમિયાન બોબી દેઓલ અને આલિયા ભટ્ટ વચ્ચે મતભેદ થયો છે. જોકે, હવે બોબી દેઓલે આ અહેવાલો પર મૌન તોડીને તેને અફવા ગણાવી છે. બોબી દેઓલની ફિલ્મ ‘બંદર’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ પહેલા તે રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં પહોંચ્યો હતો. શોમાં રજતે તેને ‘આલ્ફા’ના સેટ પર આલિયા ભટ્ટ સાથે થયેલા મતભેદના અહેવાલો વિશે પૂછ્યું, તો બોબીએ કહ્યું, મને પણ કોઈ મિત્રએ તે સમાચારનો સ્નેપશોટ મોકલ્યો હતો, હું પણ આશ્ચર્યચકિત હતો. લોકો એટલા નવરા છે કે કંઈ પણ લખીને બનાવી દે છે. આગળ બોબીએ કહ્યું, ‘મેં હમણાં રણબીર સાથે ફિલ્મ કરી, પછી જ્યારે મને ખબર પડી કે મને આલિયા સાથે એક ફિલ્મ મળી છે, ત્યારે મેં વિચાર્યું કે આ મારી સાથે શું થઈ રહ્યું છે, કારણ કે બંને મારા ફેવરિટ એક્ટર છે. બંને સાથે મને કામ કરવા મળી રહ્યું છે. આ ખૂબ સારું છે. તે કેટલી સારી એક્ટ્રેસ છે, કેટલી મહેનતુ છે. કેટલી પ્રોફેશનલ છે. તેને ફાઈટ સીક્વન્સ કરવાનું હોય તો તે ખૂબ તૈયાર રહે છે.’ આગળ બોબી દેઓલે ઝઘડાને અફવા ગણાવતા કહ્યું, ‘એવું પણ કહેવામાં આવ્યું (અફવામાં) છે કે બોબી દેઓલ એટલો નારાજ હતો કે આદિત્ય ચોપરાએ તેને બીજી એક ફિલ્મ ઓફર કરી દીધી. હવે હું દરેક પાસે જઈને મારી વાત સાબિત તો કરી શકતો નથી. હું નસીબદાર છું કે હું અહીં છું અને તમે આ સવાલ પૂછ્યો છે અને હું જવાબ આપી રહ્યો છું.’ છેલ્લે બોબી દેઓલે કહ્યું, ‘લોકો ઇન્સ્ટાગ્રામથી ઓબ્સેસ્ડ રહે છે. તેમાં 90 ટકા વાર્તાઓ સાચી હોતી નથી. તેમાં થોડીક સત્યતા હોય છે, પરંતુ વધુ પડતી કહેવામાં આવે છે. આપણે બધાને આદત છે.’ જાણો કેવી હતી મનભેદની ખબરો ફેબ્રુઆરીમાં, સાઉથ ન્યૂઝ સાઇટ 123 તેલુગુના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘આલ્ફા’ના સેટ પર બોબી દેઓલ અને આલિયા ભટ્ટ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાનું કારણ આલિયા ભટ્ટનું બોબી દેઓલ સાથે ફિલ્માવવામાં આવી રહેલા દ્રશ્યોમાં વારંવાર હસ્તક્ષેપ કરવાનું હતું. ઝઘડા એટલા વધી ગયો કે આદિત્ય ચોપરાને શૂટિંગ ચાલુ રાખવા માટે મધ્યસ્થી કરવી પડી. જોકે, હવે બોબી દેઓલે સ્પષ્ટ કરી દીધું છે કે ઝઘડાના સમાચાર માત્ર અફવા છે. ફિલ્મ ‘આલ્ફા’ વિશે- આ યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની 7મી અને ફીમેલ લીડવાળી પહેલી ફિલ્મ છે. આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ અને અનિલ કપૂર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. હૃતિક રોશન, આ યુનિવર્સની ફિલ્મ વોરના પાત્ર કબીરનો કેમિયો રોલ ભજવવાના છે. ફિલ્મ 3 જુલાઈના રોજ રિલીઝ થવા માટે શેડ્યૂલ છે. આ પછી જ આ સ્પાય યુનિવર્સની ફિલ્મો ‘પઠાણ 2’ અને ‘ટાઈગર વર્સિસ પઠાણ’ રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન શિવ રવૈલે કર્યું છે. ‘બંદર’માં જોવા મળશે બોબી દેઓલ બોબી દેઓલ ટૂંક સમયમાં ફિલ્મ ‘બંદર’માં જોવા મળશે, જે 5 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તેની સાથે સપના પબ્બી અને સબા આઝાદ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં બોબી દેઓલે એક આઉટડેટેડ મ્યુઝિશિયનનું પાત્ર ભજવ્યું છે, જે કરિયરને ફરીથી જીવંત કરવાના સંઘર્ષ વચ્ચે એક વિવાદમાં ફસાઈ જાય છે. ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

