ઇંગ્લેન્ડના માર્ક વૂડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:2 વર્લ્ડ કપ જીત્યા, 146 મેચમાં 253 વિકેટ લીધી

Last Updated: September 22, 2026By

ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વૂડે 36 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 11 વર્ષ લાંબી કારકિર્દીમાં તેમણે 146 મેચોમાં 253 વિકેટ ઝડપી. આ દરમિયાન તેઓ ઇંગ્લેન્ડની 2019ની વનડે વર્લ્ડ કપ અને 2022ની ટી-20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યા. તેમણે ચાર એશિઝ શ્રેણીઓ પણ રમી. વૂડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સિદ્ધિઓની સાથે-સાથે ઇજાઓ સામે ઝઝૂમવા માટે પણ જાણીતી રહેશે. ઘૂંટણની ઇજા બાદ તેમણે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુખાવો હોવા છતાં બોલિંગ કરી હતી. ત્યારબાદ તેમની સર્જરી થઈ. લગભગ 8 મહિના બાદ ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે પર્થ એશિઝ ટેસ્ટથી વાપસી કરી, પરંતુ તે મેચ દરમિયાન તેમના ઘૂંટણમાં ફરી તકલીફ થઈ. ત્યાર પછી તેઓ ફરીથી ઇંગ્લેન્ડ માટે રમી શક્યા નહીં. વૂડે કહ્યું કે તબીબી સલાહ બાદ હવે તેમના માટે ટેસ્ટ અને 50 ઓવરનું ક્રિકેટ રમવું શક્ય નથી. 2019 વર્લ્ડ કપમાં 18 વિકેટ વુડની કારકિર્દીનો સૌથી મોટો તબક્કો 2019 રહ્યો. ઇંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપમાં તેમણે 18 વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે તેમણે દુખાવો અને સાઇડ સ્ટ્રેન હોવા છતાં બોલિંગ કરી હતી. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ ટાઈ થયા બાદ સુપર ઓવર સુધી પહોંચી હતી. વુડે સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાની ઝડપથી વિરોધી બેટ્સમેનો પર દબાણ બનાવ્યું અને ફાઇનલમાં રોસ ટેલરની વિકેટ પણ ઝડપી હતી. આ જ ટીમે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. 2022 ટી-20 વર્લ્ડ કપમાં 4 મેચ, 9 વિકેટ 2019ની સફળતાના ત્રણ વર્ષ બાદ વુડ ઇંગ્લેન્ડની બીજી વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બન્યા. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા 2022ના ટી-20 વર્લ્ડ કપમાં તેમણે 4 મેચોમાં 9 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને બીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીત્યો. એશિઝમાં 2015થી 2023 સુધીની યાદગાર ક્ષણો 2025 ચેમ્પિયન્સ ટ્રોફી બાદની ઈજાએ કારકિર્દી બદલી નાખી વુડની સૌથી મોટી સમસ્યા તેમની ઝડપ નહીં, પરંતુ એ ઝડપને સતત જાળવી રાખતું શરીર રહ્યું. 2025 ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેમ છતાં તેમણે અફઘાનિસ્તાન સામેની મેચમાં દુખાવો સહન કરીને બોલિંગ કરી હતી. બાદમાં તેમને ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. ઇંગ્લેન્ડની મેડિકલ ટીમે તેમને ઑસ્ટ્રેલિયામાં 2025-26ની ઍશિઝ પહેલાં ખૂબ જ સાવધાનીપૂર્વક તૈયાર કર્યા હતા. તેઓ પર્થમાં પ્રથમ ટેસ્ટમાં પરત ફર્યા, પરંતુ બાદમાં તેમણે પોતે સ્વીકાર્યું કે તે મેચ માટે તેઓ સંપૂર્ણપણે તૈયાર નહોતા. તેમણે 11 ઓવર બોલિંગ કરી હતી અને એક પણ વિકેટ લીધી નહોતી. આ દરમિયાન ઘૂંટણની સમસ્યા ફરી ઊભી થઈ હતી. તે મેચ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બની હતી. 2023માં ઇંગ્લેન્ડે આપ્યો હતો ખાસ 3 વર્ષનો કરાર વુડનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે 2023ના અંતમાં ઇંગ્લેન્ડે તેમને ત્રણ વર્ષનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તે સમયે આ એક વિશેષ નિર્ણય હતો, કારણ કે ઇંગ્લેન્ડ તેમને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ તરફ જતાં રોકીને પોતાની ટીમ માટે ઉપલબ્ધ રાખવા માંગતું હતું. જોકે આ કોન્ટ્રાક્ટ દરમિયાન ઈજાઓને કારણે તેમની રમવાની તકો મર્યાદિત રહી. તેમણે આ સમયગાળા દરમિયાન માત્ર 7 ટેસ્ટ મેચ રમી અને 15 વિકેટ લીધી. ECBના 2025-26ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વૂડનો એક વર્ષનો કરાર 30 સપ્ટેમ્બર 2026 સુધીનો હતો. કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં લીધો નિર્ણય વૂડે જણાવ્યું કે તેમનો વર્તમાન ઈંગ્લેન્ડ કોન્ટ્રાક્ટ સપ્ટેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે અને તેમને જાણ થઈ ચૂકી હતી કે તેને આગળ વધારવામાં આવશે નહીં. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડ માટે રમવાનું સપનું તેમણે ક્યારેય છોડવા માગ્યું નહોતું, પરંતુ હવે ટીમમાં આવનારા યુવા ખેલાડીઓને તક આપવાનો સમય છે. સતત ઈજાઓને કારણે પણ તેમને અહેસાસ થયો કે ઈંગ્લેન્ડના સ્તરે પાછા ફરવાની લડાઈ તેમના માટે ઘણી મુશ્કેલ બની ગઈ છે. ઇંગ્લેન્ડથી સંપૂર્ણપણે દૂર નહીં થાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો અર્થ વુડનું ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર થવું નથી. તેઓ ડરહામ માટે ટી-20 બ્લાસ્ટ રમવાનું ચાલુ રાખવા માંગે છે. આ ઉપરાંત ફ્રેન્ચાઇઝી લીગમાં પણ રમવાની યોજના છે. સાથે જ તેમણે મીડિયામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને લેવલ-3 કોચિંગની લાયકાત પણ મેળવી છે.

Leave A Comment