કાવ્યા મારન પર સુનીલ ગાવસ્કર બરાબરના ભડક્યા:સનરાઇઝર્સમાં પાક ખેલાડીની એન્ટ્રી પર કહ્યું- ભારતીયોના જીવ સાથે ચેડાં કરવા સમાન

Last Updated: March 16, 2026By

ઇંગ્લેન્ડની લીગ ધ હન્ડ્રેડમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાનના સ્પિનર અબરાર અહેમદને ખરીદ્યો હતો, જેના પર વિવાદ ઊભો થયો છે. આ નિર્ણય પર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આકરી પ્રતિક્રિયા આપી છે. ગાવસ્કરે કહ્યું કે ભારતીય માલિકો દ્વારા પાકિસ્તાની ખેલાડીઓને ખરીદવા એ ભારતીયોના જીવ સાથે ચેડા કરવા જેવું છે અને આવા નિર્ણયોથી બચવું જોઈએ. આ પૈસાથી ભારત વિરુદ્ધ લડવા માટે હથિયારો ખરીદવામાં આવે છે. 13 માર્ચે લંડનમાં થયેલા ઓક્શનમાં અબરારને ₹2.34 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ઓક્શનમાં કાવ્યા મારન હાજર હતી, જે સનરાઇઝર્સની CEO છે. જેમની પાસે IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને સાઉથ આફ્રિકા લીગ (SA20)ની ટીમ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ પણ છે. SRH દ્વારા અબરારને ખરીદવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ઘણો વિરોધ પણ કર્યો હતો. SRHનું ઓફિશિયલ X એકાઉન્ટ પણ ટેમ્પરરી રીતે બેન કરી દેવામાં આવ્યું હતું. સનરાઇઝર્સ લીડ્સની પોસ્ટ જુઓ… ગાવસ્કરે કહ્યું- પાકિસ્તાની ખેલાડીને ખરીદવા પર આશ્ચર્ય વિવાદ સ્વાભાવિક હતો- સુનીલ ગાવસ્કરે કહ્યું કે ધ હન્ડ્રેડમાં કોઈ ભારતીય માલિકીની ટીમ દ્વારા પાકિસ્તાની ખેલાડીને ખરીદવા પર વિવાદ થવો આશ્ચર્યજનક બાબત નથી. મુંબઈ હુમલાઓ પછીથી બહિષ્કાર- મુંબઈ હુમલાઓ પછીથી ભારતીય ફ્રેન્ચાઇઝી માલિકો IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને લેતા નથી. પૈસા PAK સરકાર સુધી પહોંચે છે- ગાવસ્કરના મતે જ્યારે પાકિસ્તાની ખેલાડીને ફી આપવામાં આવે છે, ત્યારે તે પોતાના દેશમાં ટેક્સ ભરે છે અને તે પૈસા ત્યાંની સરકાર પાસે જાય છે. તેમણે કહ્યું કે તે જ પૈસા હથિયારો ખરીદવામાં વાપરી શકાય છે અને તેનાથી ભારતીય સૈનિકો અને નાગરિકોને નુકસાન પહોંચી શકે છે. ગાવસ્કરે કહ્યું- શું ટુર્નામેન્ટ ભારતીયોના જીવ કરતાં વધુ મહત્વપૂર્ણ છે? ગાવસ્કરે કહ્યું કે સનરાઇઝર્સ લીડ્સના કોચ ડેનિયલ વિટ્ટોરી ન્યુઝીલેન્ડના છે, તેથી શક્ય છે કે તેઓ આ સ્થિતિને સંપૂર્ણપણે સમજી ન શક્યા હોય અને તેમણે ટીમમાં પાકિસ્તાની ખેલાડીને લેવાની સલાહ આપી હોય. પરંતુ ટીમના માલિકને પરિસ્થિતિની સંપૂર્ણ સમજ હોવી જોઈતી હતી અને તેમને આ ખરીદી રોકી દેવી જોઈતી હતી. ગાવસ્કરે સવાલ ઉઠાવ્યો કે શું એવી ટુર્નામેન્ટ જીતવી, જે દુનિયાના બાકીના દેશો નથી રમતા, ભારતીય લોકોના જીવ કરતાં વધુ મહત્વપૂર્ણ છે? BCCI બોલ્યું- અમે દખલ આપી શકતા નથી આ મામલે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે બોર્ડ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં, કારણ કે આ એક વિદેશી લીગ સાથે જોડાયેલો મામલો છે. અંતિમ નિર્ણય ફ્રેન્ચાઇઝીએ જ લેવો પડશે. IPLમાં પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ પાકિસ્તાનના ખેલાડીઓ IPLમાં રમતા નથી. તેમણે ફક્ત 2008ની પ્રથમ સિઝનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ નવેમ્બર 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલા બાદ IPLમાં પાકિસ્તાની ખેલાડીઓ પર રોક લગાવી દેવામાં આવી. સામાન્ય રીતે ભારતીય ફ્રેન્ચાઇઝી, જેમની વિદેશી લીગમાં પણ ટીમો છે, તેઓ પાકિસ્તાની ખેલાડીઓને ખરીદતી નથી. પરંતુ સનરાઇઝર્સે આ પરંપરા અપનાવી ન હતી. બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન પર વિવાદ થયો હતો IPLની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (IPL) એ 16 ડિસેમ્બર 2025ના રોજ અબુ ધાબીમાં IPL 2026ના મિની ઓક્શનમાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓના કારણે ભારતમાં તેનો વિરોધ થવા લાગ્યો. તેના પર BCCIના કહેવાથી KKRએ રહેમાનને રિલીઝ કરી દીધો છે. તેનાથી નારાજ બાંગ્લાદેશી સરકારે પોતાના દેશમાં IPLના પ્રસારણ પર રોક લગાવી દીધી હતી. એટલું જ નહીં, બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડકપ રમવાનો ઇનકાર કરી દીધો હતો. આવા સંજોગોમાં ICCએ બાંગ્લાદેશને T20 વર્લ્ડકપમાંથી જ બહાર કરી દીધું હતું. બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને T20 વર્લ્ડકપમાં સામેલ કરવામાં આવ્યું હતું. ———————
સ્પોર્ટ્સ સંબંધિત આ સમાચાર પણ વાંચો… મુઝરબાની પર PCB કેસ કરશે, IPL માટે PSL છોડ્યું:ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર KKR સાથે જોડાયો, મુસ્તફિઝુર રહેમાનની જગ્યા લીધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની પર કરાર તોડવા બદલ કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે. શનિવારે ન્યૂઝ એજન્સી PTIએ પાકિસ્તાની બોર્ડના સૂત્રોને ટાંકીને લખ્યું- PCBના કાયદાકીય વિભાગને ઝિમ્બાબ્વેના આ ફાસ્ટ બોલર વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર