ક્રિકેટર કુલદીપ યાદવ દુલ્હન સાથે વિન્ટેજ કારમાં પહોંચ્યો:CM યોગીને પગે લાગ્યો, અખિલેશને ભેટ્યો; રિસેપ્શનમાં ગંભીર-ધવન અને જાડેજા પણ પહોંચ્યા

Last Updated: March 17, 2026By

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું લખનઉમાં રિસેપ્શન શરૂ થઈ ગયું છે. કુલદીપ પોતાની દુલ્હન વંશિકા સાથે રોલ્સ-રોયસ વિન્ટેજ કારમાં સવાર થઈને હોટલ ‘ધ સેન્ટ્રમ’ પહોંચ્યા છે. 1960 મોડલની આ કાર ખાસ દિલ્હીથી મંગાવવામાં આવી છે. વર-કન્યા પરંપરાગત લુકમાં જોવા મળ્યા હતા. કુલદીપે બ્લેક કલરનો બંધગળાનો સૂટ પહેર્યો છે, જ્યારે વંશિકાએ ક્રીમ કલરની સાડી પહેરી છે, જેમાં લાલ રંગના સ્ટોનનું ભરતકામ છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સૌથી પહેલા સ્ટેજ પર પહોંચીને કુલદીપ અને વંશિકાને આશીર્વાદ આપ્યા હતા. કુલદીપે ગૌતમ ગંભીરના ચરણ સ્પર્શ કર્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રિસેપ્શનમાં પહોંચ્યા છે. કુલદીપે યોગીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા, જ્યારે વંશિકાએ હાથ જોડીને નમસ્તે કર્યા હતા. કુલદીપે 14 માર્ચના રોજ બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કર્યા હતા. ઉત્તરાખંડના મસૂરીમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન યોજાયા હતા. રિસેપ્શનમાં ક્રિકેટર યશસ્વી જયસ્વાલ, શિખર ધવન અને રવીન્દ્ર જાડેજા પત્ની સાથે આવ્યા છે. હોટલમાં તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ પહોંચશે. રિસેપ્શનમાં 900 થી વધુ મહેમાનો સામેલ થાય તેવી આશા છે. VVIP મહેમાનો માટે 4 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રિસેપ્શનની તૈયારીઓ અને મહેમાનોની તસવીરો જુઓ- હવે લગ્નની 2 તસવીરો જુઓ- કુલદીપ-વંશિકાની રિસેપ્શન પાર્ટીના પળેપળના અપડેટ્સ નીચે લાઇવ બ્લોગમાં વાંચો…