ગ્રાઉન્ડ પર ગજબનો ડ્રામા: ક્યારેક નતાશા તો ક્યારેક માહિકા:હાર્દિકના સરેઆમ રોમાન્સથી યુઝર્સ ભડક્યાં, કહ્યું- 'આને ફૂટેજ મેળવવાની આદત છે', જીત બાદ પણ ગંદી રીતે ટ્રોલ થયો પંડ્યા

Last Updated: March 9, 2026By

ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે મેદાન પરની રમત કરતા સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. ફાઇનલ મેચ બાદ મેદાનની વચ્ચે માહિકા શર્મા સાથેના વીડિયો વાઇરલ થતા જ નેટિઝન્સે તેને આડેહાથ લીધો છે. એક તરફ ફેન્સ તેની રમતની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ માહિકા સાથે તેનો સ્ટેડિયમમાં રોમાન્સ અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના જૂના વીડિયો ફરી વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો નવો રાઉન્ડ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે હાર્દિકને હંમેશા લાઈમલાઈટમાં અને ‘અટેન્શન’માં રહેવાની આદત છે. હાર્દિકનો માહિકા સાથે રોમાન્સ મેચ જીત્યા બાદ સ્ટેડિયમમાં બંનેએ જીતનું સેલિબ્રેશન કર્યું હતું. માહિકાએ હાર્દિકને કિસ કરી. કપલ એકબીજાનો હાથ પકડીને સ્ટેડિયમ વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યા. પણ આ શું…દેશી-વિદેશી મીડિયાની હાજરીમાં કપલે કંઈક એવું કર્યું, જેના કારણે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાર્દિક અને માહિકા ટી20 વર્લ્ડ કપના સ્ટેજ પર જ સૂઈ ગયા. એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન માટે બનેલા પોડિયમ પર જ કપલનો રોમાન્સ શરૂ થઈ ગયો. તેમના આ વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાઇરલ વીડિયોમાં ચારેબાજુ જીતનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે.. બધા પોતાના પરિવાર સાથે ફોટોઝ ક્લિક કરાવી રહ્યા છે. આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા છે. પરંતુ હાર્દિક-માહિકા બધાની ચિંતા છોડીને એકબીજામાં વ્યસ્ત દેખાયા. તેઓ સ્ટેડિયમમાં બનેલા પોડિયમ પર રોમેન્ટિક થતા દેખાયા. હાર્દિક અને માહિકા બંને પોડિયમ પર સૂતેલા છે. એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત છે. ક્રિકેટર પોતાની લેડીલવના પ્રેમમાં ખોવાયેલા છે. આ પછી તેઓ ઊઠે છે અને વાતોમાં મશગૂલ થઈ જાય છે. ટ્રોલ થયો હાર્દિક પંડ્યા આ કપલની લવિંગ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે. પરંતુ આ વીડિયો જોયા પછી લોકોનો ગુસ્સો ભડક્યો છે. યુઝર્સનું કહેવું છે કે કપલે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જાહેરમાં આટલું નજીક રહેવું યોગ્ય નથી. યુઝર્સે હાર્દિક અને માહિકાના રોમાન્સને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. તેમને આમ સ્ટેડિયમમાં હદો પાર કરતા જોઈને એક વ્યક્તિએ લખ્યું- આમને બિલકુલ વિરાટ-અનુષ્કા સાથે સરખાવશો નહીં. બીજાએ લખ્યું- આ બધું ઘરે જઈને કરો, મેચ પરિવાર પણ જોઈ રહ્યો છે. કોઈએ લખ્યું – તેમને કેટલું અટેન્શન જોઈએ છે. તેમને ખબર છે કે ઘણા કેમેરા તેમને કેપ્ચર કરી રહ્યા છે. તેમની ઓવરએક્ટિંગ ચાલુ છે. કોઈએ કહ્યું – ભલે તેઓ વિરાટ-અનુષ્કા બનવાની લાખ કોશિશ કરી લે, પણ ક્યારેય બની શકશે નહીં. ઇન્ટરનેટ યુઝર્સે હાર્દિકના વારંવાર પ્રેમમાં પડવાની મજાક પણ ઉડાવી છે. ટ્રોલિંગ વચ્ચે હાર્દિકનો નતાશા સાથેનો વીડિયો પણ વાઇરલ થયો ઇન્ટરનેટ પર હાર્દિકનો તેની ભૂતપૂર્વ પત્ની નતાશા સાથેનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોમેન્ટિક થઈ રહ્યો છે. તે નતાશાને કેમેરા સામે કિસ કરી રહ્યો છે. તેને ભેટી રહ્યો છે. આ વીડિયો શેર કરીને યુઝરે કહ્યું કે હાર્દિક ધ્યાન આકર્ષિત કરવા માટે સ્ટેડિયમમાં ક્યારેક ગર્લફ્રેન્ડ તો ક્યારેક પત્ની સાથે રોમેન્ટિક થાય છે. તે જાણી જોઈને આવું કરે છે. યુઝરે ક્રિકેટરની આને સસ્તી યુક્તિઓ ગણાવી. હાર્દિકનો વધુ એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે નતાશાના વખાણ કરતા કહે છે કે પત્નીએ તેને સોલ્યુશન શોધતા શીખવ્યું છે. જીવનમાં વધુ હાંસલ કરવાનો જુસ્સો તેને નતાશા પાસેથી મળ્યો છે. તેનાં કારણે જ તે ધૈર્ય રાખતા શીખ્યો છે. આ સમાચાર પણ વાંચો… PHOTOS- VIDEOSમાં જુઓ T20 વર્લ્ડ કપની યાદગાર મોમેન્ટ્સ:અર્શદીપ-મિચેલ મેદાનમાં બાખડ્યા, જીત પછી સુનીલ ગાવસ્કરનો ડાન્સ; PAK ખેલાડી બહાર થવા પર રડ્યો T20 વર્લ્ડ કપ 2026 ઘણી યાદગાર પળો સાથે સમાપ્ત થયો. અમદાવાદના સ્ટેડિયમમાં ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો. ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પિચની માટી પોતાના કપાળ પર લગાવી. વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન બનાવ્યા બાદ સંજુ સેમસન ઘૂંટણિયે બેસી ગયો. જ્યારે સુપર-8 સ્ટેજમાંથી બહાર થયા બાદ ઘણા પાકિસ્તાની ખેલાડીઓ રડી પડ્યા. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…