ચતુર ચહલની મુર્ખાઈ, ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતા ઝડપાયો!:હવામાં નિયમોનો ધુમાડો ઉડાવો મોંઘો પડશે, 'નો ફ્લાય લિસ્ટ'નું જોખમ; અગાઉ પરાગનો વાર પડી ગયો હતો
પંજાબ કિંગ્સના અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ એક નવા વિવાદમાં ફસાયો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હૈદરાબાદની ટૂર દરમિયાન તે ફ્લાઇટની અંદર ઇ-સિગારેટ (વેપ) પી રહ્યો હતો. વીડિયોમાં ચહલ તેને છુપાવવાનો પ્રયાસ કરતો પણ જોવા મળે છે. જોકે, આ વાયરલ વીડિયોની પ્રામાણિકતાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કેટલાક અહેવાલોમાં લખવામાં આવ્યું છે કે પંજાબ કિંગ્સે ટીમના ટૂરનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ચહલના ઇ-સિગારેટ પીવાનો ભાગ હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પંજાબે આ વીડિયો ડિલીટ કરી દીધો છે. IPLની વર્તમાન સિઝનમાં ઇ-સિગારેટ સાથે જોડાયેલો આ બીજો વિવાદ છે. ચહલ પહેલા 28 એપ્રિલે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ પંજાબ સામેની મેચ દરમિયાન મુલ્લાંપુર સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા જોવા મળ્યો હતો. વાયરલ વીડિયો જુઓ… BCCI એ રિયાન પરાગ પર 25% દંડ લગાવ્યો હતો ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીવાનો વીડિયો સામે આવ્યા બાદ BCCI એ રિયાન પરાગ પર મેચ ફીના 25% નો દંડ લગાવવામાં આવ્યો હતો. તેને IPLના કોડ ઓફ કંડક્ટના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. ચહલ પર હવાઈ યાત્રા કરવા પર પ્રતિબંધ લાગી શકે છે ફ્લાઈટમાં સિગારેટ કે ઈ-સિગારેટ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આનાથી વિમાનમાં આગ લાગી શકે છે અને હજારો મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ જ કારણોસર આવું કરનાર મુસાફર પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તેને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકીને અમુક સમય માટે કે હંમેશા માટે હવાઈ યાત્રા કરવા પર રોક લાગી શકે છે. ‘મેં દારૂ છોડી દીધો છે’ IPL 2026 પહેલા ચહલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે છેલ્લા 6 મહિનાથી સંપૂર્ણપણે દારૂ છોડી દીધો છે જેથી તે યુવાનો માટે એક ઉદાહરણ બની શકે અને પોતાનું 150% યોગદાન આપી શકે. આ વીડિયો સામે આવ્યા બાદ તેના આ દાવાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા પણ ચહલનો કાર ચલાવતી વખતે સિગારેટ પીતો એક વીડિયો વાઇરલ થઈ ચૂક્યો છે. ભારતમાં 2019થી ઈ-સિગારેટ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે ભારત સરકારે ‘ઈ-સિગારેટ નિષેધ અધિનિયમ (PECA) 2019’ હેઠળ વેપ્સ અને ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત અને જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લંઘન પર દંડ અને જેલની સજાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં, એક ઉચ્ચ કક્ષાના એથ્લેટ દ્વારા સાર્વજનિક મંચ પર તેનો ઉપયોગ કાયદા અને રમતગમતની મર્યાદાનું ઉલ્લંઘન માનવામાં આવ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

