ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચાડનારા હીરોઝ:સંજુને તક મળતા જ ઝડપી લીધી, બુમરાહ-હાર્દિકની ગુજ્જુ જોડીએ ભારતને જિતાડ્યું; દુબેએ પણ રંગ રાખ્યો
ભારત T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં પહોંચી ગયું છે. ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું. આ જીતમાં સંજુ સેમસનની સતત બીજી ફિફ્ટી અને જસપ્રીત બુમરાહ તથા હાર્દિક પંડ્યાની બોલિંગે મોટી ભૂમિકા ભજવી. આ ઉપરાંત ઈશાન કિશન, દુબે અને વરુણ પણ આખી ટુર્નામેન્ટમાં ટીમ માટે મહત્વના સાબિત થયા, જેમણે પોતાના પ્રદર્શનથી ભારતની ફાઈનલની સફર સરળ બનાવી. સેમસને વેસ્ટ ઇન્ડીઝ સામેની કરો યા મરો મેચમાં 97 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઈશાન કિશનની પાકિસ્તાન સામેની 77 રનની ઇનિંગે ટીમને જીત અપાવી હતી. બીજી તરફ વરુણ ભારત તરફથી ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ વિકેટ ટેકર બોલર છે. ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચાડનારા 6 હીરો 1. જસપ્રીત બુમરાહ: સટીટ બોલિંગથી જીતાડ્યું ગુરૂવારે બીજી સેમિફાઈનલમાં 254 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ઇંગ્લેન્ડે 15 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવી લીધા હતા. તે સમયે સેમ કરન 5 અને જેકબ બેથેલ 81 રન પર બેટિંગ કરી રહ્યા હતા. મેચ ઇંગ્લેન્ડના પક્ષમાં જતી દેખાઈ રહી હતી, ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે જસપ્રીત બુમરાહને બોલ આપ્યો. બુમરાહે આ ઓવરમાં માત્ર 8 રન આપ્યા, જેનાથી ઇંગ્લેન્ડ પર દબાણ આવ્યું. આ પછીની ઓવરમાં અર્શદીપ સિંહે 16 રન ખર્ચ કરી દીધા. અહીંથી ઇંગ્લેન્ડને 18 બોલમાં 45 રન બનાવવાના હતા. બુમરાહે દબાણભરી પરિસ્થિતિઓમાં શાનદાર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા અને ભારતને મેચમાં પાછું લાવ્યું. આનો ફાયદો 19મી ઓવરમાં હાર્દિક પંડ્યાને મળ્યો. પંડ્યાના બોલ પર સેમ કરન (18 રન) તિલક વર્માને કેચ આપી બેઠો. આ પછી મેચ ભારતના હાથમાં આવી ગઈ. 14 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે 176 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે બુમરાહે સૈમ અયુબ (6 રન) અને કેપ્ટન સલમાન અલી આગા (4 રન)ને એક જ ઓવરમાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ પછી પાકિસ્તાનની ટીમ ઉભરી શકી નહીં અને 61 રનથી મેચ હારી ગઈ. આ જીત સાથે ભારતે સુપર-8માં સ્થાન બનાવ્યું હતું. બુમરાહ અત્યાર સુધી 7 મેચમાં 10 વિકેટ લઈ ચૂક્યા છે. 2. સંજુ સેમસન: સતત 2 મેચ વિનિંગ ઇનિંગ્સ રમી સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતે 20 રન પર અભિષેક શર્મા (9 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સંજુ સેમસને 42 બોલમાં 89 રનની ઇનિંગ રમીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો. તેણે ઇશાન કિશન સાથે બીજી વિકેટ માટે 45 બોલમાં 97 રનની ભાગીદારી કરી. સેમસને 1 માર્ચે કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામેની કરો યા મરો મેચમાં અણનમ 97 રનની ઇનિંગ રમી હતી. તે 196 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા ઉતર્યો અને ટીમને જીત અપાવીને પરત ફર્યો. સેમસને 50 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. તે છેલ્લી બંને મહત્વપૂર્ણ મેચોમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. 3. હાર્દિક પંડ્યા: સેમિફાઈનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. તેણે 12 બોલમાં 225ના સ્ટ્રાઇક રેટથી 27 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 250ને પાર પહોંચાડ્યો. બોલિંગ કરતી વખતે ફરીથી પહેલા જ બોલ પર ફિલ સોલ્ટની વિકેટ લીધી. તેણે 19મી ઓવરમાં માત્ર 9 રન આપ્યા અને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. પંડ્યાએ અત્યાર સુધી રમેલી 8 મેચમાં 163.11ના સ્ટ્રાઈક રેટથી 199 રન બનાવ્યા, જેમાં બે ફિફ્ટી સામેલ છે. તેણે નવા બોલથી બોલિંગ કરતા વિકેટ પણ લીધી. તે ટુર્નામેન્ટમાં 8 વિકેટ લઈ ચૂક્યો છે. 4. ઈશાન કિશન: પાકિસ્તાન સામે ફિફ્ટી ફટકારી ઈશાન પાકિસ્તાન સામે ઓપનિંગ કરવા ઉતર્યો, પરંતુ તેની સામે અભિષેક શર્મા ઝીરો પર આઉટ થઈ ગયો. ત્યારબાદ ઈશાને તિલક વર્મા સાથે બીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીએ ટીમને 175 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ઈશાને 77 રન બનાવ્યા. તેણે નામિબિયા સામે પણ 61 રનની ઇનિંગ રમી હતી. ઈશાન વર્તમાન વર્લ્ડ કપમાં ભારતનો ટૉપ સ્કોરર છે. તેણે 8 મેચમાં 189.20ના સ્ટ્રાઈક રેટથી 263 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. 5. વરુણ ચક્રવર્તી: ભારતનો ટૉપ વિકેટ ટેકર T20 વર્લ્ડ કપ 2026માં વરુણ ભારતનો ટૉપ વિકેટ ટેકર છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં તેણે 13 વિકેટ ઝડપી છે. તેણે નામિબિયા અને નેધરલેન્ડ્સ સામે 3-3 વિકેટ લીધી હતી, જ્યારે પાકિસ્તાન સામે પણ 2 વિકેટ ઝડપી હતી. જોકે, વરુણ છેલ્લી 4 મેચમાં વધુ પ્રભાવ પાડી શક્યો નથી. ગ્રુપ સ્ટેજની 4 મેચમાં 9 વિકેટ લીધા બાદ તે છેલ્લી 4 મેચમાં માત્ર 4 વિકેટ જ લઈ શક્યો. 6. શિવમ દુબે: બેટિંગમાં સાતત્યતા જાળવી ભારતનો વધુ એક ઓલરાઉન્ડ જેની ચર્ચા બહુ થતી નથી તેવો શિવમ દુબેએ પણ આ વર્લ્ડ કપમાં સતત સારું પરફોર્મન્સ આપ્યું છે. તેણે બેટિંગમાં તો કમાલ જ કરી દીધી છે. આ વર્લ્ડ કપમાં તેણે 209 રન બનાવ્યા છે. જેમાં નેધરલેન્ડ્સ સામે 66 રન તેનો બેસ્ટ સ્કોર છે. આ જ મેચમાં તેણે 2 વિકેટ પણ લીધી હતી. તે બોલિંગમાં થોડો વધુ ખર્ચાળ થઈ રહ્યો છે. પણ તેનું મુખ્ય કામ બેટિંગ છે, જેમાં બેટિંગમાં તેણે સાતત્યતા બતાવી છે. ——————————————————- T20 વર્લ્ડ કપમાં IND-ENG મેચ સંબંધિત આ સમાચાર પણ વાંચો.. 1. ભારત ચોથી વખત T20 વર્લ્ડકપ ફાઈનલમાં; ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું ભારતે ચોથી વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું. ભારતીય ટીમ તરફથી સંજુ સેમસને 89 રનની ઇનિંગ રમી. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. મેચમાં માહિકાની સાથે જોવા મળ્યો હાર્દિકનો દીકરો, VIDEO:રોહિત-ધોની સહિત સેલિબ્રિટિઝનો સ્ટેડિયમમાં જમાવડો, સાક્ષી-માહીનો વીડિયો વાઇરલ; મેચ મોમેન્ટ્સ ભારતે ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવી દીધું. મેચમાં ઘણી મહત્વપૂર્ણ મોમેન્ટ્સ જોવા મળી. કેપ્ટન હેરી બ્રુકે સંજુ સેમસનનો કેચ 15 રન પર છોડી દીધો, જે પાછળથી ઇંગ્લેન્ડ પર ભારે પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. IND-ENG મેચમાં અધધધ…રેકોર્ડ્સ તૂટ્યા:સંજુએ કોહલીની બરાબરી કરી, ટીમ ઈન્ડિયાએ છગ્ગાઓનો વરસાદ વરસાવ્યો, રેકોર્ડ્સ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું. ટીમ ઈન્ડિયા 4 વર્લ્ડ T20 ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું. ભારતીય ટીમે આ વખતે ટુર્નામેન્ટમાં 88 છગ્ગા પણ પૂરા કર્યા. ટીમે એક એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. જ્યારે સંજુ સેમસને 89 રનની ઇનિંગ્સ રમતા T20 વર્લ્ડ કપમાં કોઈ ભારતીય દ્વારા સૌથી મોટી ઇનિંગ્સ રમવાના મામલે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

