ડેવિડ ધવનની પાર્ટીમાં ગોવિંદાની ગેરહાજરી!:દીકરા-દીકરીને મોકલ્યા, સેલિબ્રેશનમાં સલમાન સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યાં
ડિરેક્ટર ડેવિડ ધવનની સિનેમા સફરને શનિવારે મુંબઈમાં યોજાયેલા ‘ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ’માં ઉજવવામાં આવી. આ ખાસ અવસરે સલમાન ખાન, અર્જુન કપૂર, સાજિદ નડિયાદવાલા સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ ઇવેન્ટમાં સામેલ થયા. ડેવિડ ધવનની અનેક ફિલ્મોના હીરો રહેલા ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા અને પુત્રી ટીના આહુજા પણ ઇવેન્ટમાં પહોંચ્યા, પરંતુ ગોવિંદા પોતે જોવા મળ્યા નહીં. 90ના દાયકામાં ગોવિંદા અને ડેવિડ ધવનની જોડીએ ‘કુલી નંબર 1’ અને ‘હીરો નંબર 1’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. ફિલ્મ ફેસ્ટિવલમાં ગોવિંદાની ગેરહાજરીએ ફરી એકવાર તેમના સંબંધોને લઈને અટકળોને વેગ આપ્યો. વર્ષ 2013-14 દરમિયાન બંનેના સંબંધોમાં અંતર આવવાના સમાચાર સામે આવ્યા હતા. 2019માં ‘આપ કી અદાલત’માં ગોવિંદાએ કહ્યું હતું કે રાજકારણ છોડ્યા પછી જ્યારે તે ફરીથી કામની શોધમાં હતા, ત્યારે તેમના સેક્રેટરી ડેવિડ ધવન સાથે બેઠા હતા. ગોવિંદાએ પોતાના સેક્રેટરીને ફોનનો સ્પીકર ચાલુ રાખવા કહ્યું, જેથી તે સાંભળી શકે કે ડેવિડ તેમના વિશે શું વિચારે છે. ત્યારે ડેવિડ ધવને સેક્રેટરીને કહ્યું, ‘ચીચી (ગોવિંદા) હવે ખૂબ વધારે સવાલો પૂછવા લાગ્યો છે. આટલા સવાલો પછી મારું તેની સાથે કામ કરવાનું મન નથી. તેને કહો કે ક્યાંક કોઈ નાનું-મોટું કામ શોધી લે.’ ગોવિંદાએ શોમાં ભાવુક થતા કહ્યું હતું કે ડેવિડ ધવનની આ વાત તેમના દિલ પર લાગી ગઈ હતી, જેના પછી તેમણે નક્કી કરી લીધું કે તે હવે ક્યારેય ડેવિડ સાથે કામ નહીં કરે. ડેવિડ ધવનની નવી ફિલ્મ 5 જૂને રિલીઝ થશે આ ફિલ્મ ફેસ્ટિવલ PVR INOX દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મો ‘પાર્ટનર’, ‘મુજસે શાદી કરોગી’, ‘રાજા બાબુ’ અને ‘આંખેં’ને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. સાથે જ તેમની આગામી ફિલ્મ ‘હે જવાની તો ઇશ્ક હોના હે’ની પણ ચર્ચા થઈ, જે 5 જૂને રિલીઝ થવાની છે. ઇવેન્ટની તસવીરો જુઓ-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

