ત્રીજો સુપર-8 મુકાબલો આજે IND vs SA:બંને ટીમો છેલ્લી વખતની ફાઇનલિસ્ટ, ભારતીય પ્લેઇંગ-ઇલેવનમાં ફેરફાર શક્ય
ટી-20 વર્લ્ડ કપમાં સુપર-8 સ્ટેજનો ત્રીજી મેચ આજે ગઈ વખતની બંને ફાઇનલિસ્ટ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે, ટોસ 6:30 વાગ્યે થશે. બંને ટીમો વચ્ચે છેલ્લે એટલે કે 2024 એડિશનનો ફાઇનલ રમાઈ હતી. તેમાં ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 8 વિકેટના નુકસાન પર 168 રન જ બનાવી શકી. આ રીતે ભારત 7 રનથી જીત નોંધાવીને 17 વર્ષ પછી ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો ગ્રુપ સ્ટેજમાં પોતપોતાના ગ્રુપમાં ટોપ પર રહી હતી અને તમામ 4-4 મેચ જીતી હતી. ભારતે અમેરિકા, નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવ્યા. જ્યારે, સાઉથ આફ્રિકાએ કેનેડા, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને UAE ને હરાવીને ગ્રુપ-ડીમાં ટોપ કર્યું હતું. ભારતે 60% મુકાબલા જીત્યા ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમી હતી. આ મેચ 1 ડિસેમ્બર 2006 ના રોજ રમાઈ હતી. આ મેચ ભારત 6 વિકેટે જીત્યું હતું. ત્યારબાદ આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા અને પ્રોટિયાઝ વચ્ચે અત્યાર સુધીમાં 35 મેચ રમાઈ ચૂકી છે. આ દરમિયાન ભારતે 21 મેચ જીતી છે અને 13 મેચમાં સાઉથ આફ્રિકાએ જીત નોંધાવી છે. જ્યારે 1 મેચનું પરિણામ આવી શક્યું નથી. વળી, વર્લ્ડ કપમાં બંને ટીમો 7 વખત આમને-સામને થઈ હતી. આ દરમિયાન 5 મેચ ટીમ ઇન્ડિયાએ અને 2 સાઉથ આફ્રિકાએ જીતી હતી. ઈશાન ભારતના ટોપ સ્કોરર આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને વરુણ ચક્રવર્તી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઈશાને 4 મેચમાં 176 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 77 રન રહ્યો છે. જ્યારે, વરુણે બોલિંગમાં કમાલ કરતા 4 મેચમાં 9 વિકેટ ઝડપી છે. એનગિડી સાઉથ આફ્રિકાના ટોપ બોલર આ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા માટે કેપ્ટન એડન માર્કરામ બેટથી શાનદાર લયમાં દેખાય છે. તેણે 4 મેચમાં 178 રન બનાવ્યા છે, જેમાં અણનમ 86 રન તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રહી. જ્યારે બોલિંગમાં લુંગી એનગિડીએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 3 મેચમાં 8 વિકેટ ઝડપી છે. પિચ રિપોર્ટ અને રેકોર્ડ ડ્યુ ફેક્ટર જોવા મળશે રવિવારે અમદાવાદમાં હવામાન સારું રહેશે. આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની સંભાવના છે. સાંજના સમયે ડ્યુ ફેક્ટર પણ જોવા મળશે. ભારતીય ટીમમાં એક ફેરફાર શક્ય ભારતીય વાઈસ કેપ્ટન અક્ષર પટેલની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી થઈ શકે છે. છેલ્લી મેચમાં તેમને આરામ આપવામાં આવ્યો હતો. આવા સંજોગોમાં વોશિંગ્ટન સુંદરને બહાર બેસવું પડી શકે છે. સંભવિત પ્લેઇંગ ઇલેવન અભિષેક હજુ સુધી ખાતું ખોલી શક્યો નથી ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્માનો વર્તમાન ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે. આ વર્લ્ડ કપમાં તેણે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, પરંતુ તેનું ખાતું પણ ખુલી શક્યું નથી. જોકે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેને સમર્થન આપ્યું છે. તેણે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મને એવા લોકોની ચિંતા છે જેઓ અભિષેક શર્માને લઈને ચિંતિત છે. મને એ ટીમોની વધુ ચિંતા છે, જેમને આગળ જઈને તેનો સામનો કરવો પડશે. તેણે ગયા વર્ષે ટીમ માટે બધું જ કર્યું હતું, હવે આપણો વારો છે કે આપણે તેનો સાથ આપીએ. મેચ ક્યાં જોઈ શકાય? આ મેચનું LIVE સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. તેને જિયોહોટસ્ટાર એપ પર પણ જોઈ શકાય છે. તમે દિવ્ય ભાસ્કર એપ પર મેચનું LIVE કવરેજ ફોલો કરી શકો છો. —————————————
ક્રિકેટનો કીડો હોય તો સોલ્વ કરો આ સુપર ક્વિઝ શું તમે તમારી જાતને ક્રિકેટના સુપર ફેન માનો છો? આખા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન દિવ્ય ભાસ્કરની ખાસ ગેમ ‘SUPER ઓવર’માં રોજ ક્રિકેટ સંબંધિત 6 સવાલો તમારું ક્રિકેટ જ્ઞાન ચકાસશે. જેટલો જલ્દી સાચો જવાબ આપશો તેટલા વધુ રન બનશે. જેટલા વધુ રન બનશે, લીડરબોર્ડમાં તેટલા જ ઉપર આવશો. તો રોજ રમો અને ટુર્નામેન્ટના ટોપ સ્કોરર બનો. અત્યારે રમો SUPER ઓવર… Topics: T-20 વર્લ્ડ કપ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

