પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતને 4 ગોલ્ડ સહિત કુલ 51 મેડલ:એથ્લીટ નૂરજહાં ઝમાની UTT પેરા નેશનલ્સ 2025-26ની ચેમ્પિયયન બની
નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ઈન્દોર ખાતે યોજાઈ હતી. જેમાં નૂરજહાં જમાની, ભાવીના પટેલ, સોનલ પટેલે પોતપોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુજરાતના ખેલાડીઓએ 4 ગોલ્ડ; 25 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીત્યા. જે કોઈપણ એક રાજ્યમાંથી સૌથી વધુ છે. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં ભાવિના પટેલ, સોનલ પટેલ, નૂરજહાં જમાની સિંગલ્સમાં; સોનલ ડાભી મિક્સ ડબલ્સમાં સામેલ છે. નૂરજહાંએ વુમન્સ ક્લાસ 7નો ખિતાબ જીત્યો છે. આ જીત સાથે તે આ કેટેગરીમાં ભારતની નંબર 1 ખેલાડી બની ગઈ છે. હાલમાં એશિયામાં નંબર 8 પર ક્રમાંકિત, નૂરજહાંનું વર્ષના અંતમાં એશિયન પેરા ગેમ્સમાં ક્વોલિફાય થવા ટૉપ-6માં સ્થાન મેળવવાનું ટાર્ગેટ છે. તેને અદાણી સ્પોર્ટ્સલાઈનની ‘ગર્વ હૈ’ પહેલનું સમર્થન મળ્યું છે. તે અમદાવાદમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડમાં જુનિયર ઑફિસર તરીકે કામ કરે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

