પ્રીમિયર લીગ ફૂટબોલ: આર્સેનલે ચેલ્સીને 2-1થી હરાવ્યું:પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચ્યો; બ્રુનો ફર્નાન્ડિઝના ગોલથી માન્ચેસ્ટર યુનાઇટેડ પણ જીત્યું
ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)માં ખિતાબી જંગ હવે વધુ રોમાંચક બની ગઈ છે. રવિવારે એમિરેટ્સ સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ ‘લંડન ડર્બી’માં ટેબલ ટોપર આર્સેનલે ચેલ્સીને 2-1 થી હરાવી દીધું. આ જીત સાથે ટીમે પોઇન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પોતાની પોઝિશન મજબૂત કરી લીધી. માન્ચેસ્ટર સિટી 59 પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર છે. જ્યારે, અન્ય એક મુકાબલામાં માન્ચેસ્ટર યુનાઇટેડે ક્રિસ્ટલ પેલેસ પર રોમાંચક જીત નોંધાવી ત્રીજું સ્થાન મેળવી લીધું છે. ટીમ તરફથી બ્રુનો ફર્નાન્ડિઝે શાનદાર ગોલ કર્યો. આર્સેનલ vs ચેલ્સી આખી મેચમાં આર્સેનલનું વર્ચસ્વ રહ્યું અને રસપ્રદ વાત એ રહી કે મેચના ત્રણેય ગોલ કોર્નરથી જ આવ્યા. ચેલ્સીને રેડ કાર્ડનો ફટકો ભારે પડ્યો
મેચના અંતમાં ચેલ્સીના પેડ્રો નેટોને અમ્પાયર સાથે દલીલ અને ફાઉલના કારણે બીજો યલો કાર્ડ મળ્યો. 2 યલો કાર્ડના કારણે તેને મેદાનમાંથી બહાર જવું પડ્યું, જેનાથી ટીમને 10 ખેલાડીઓ સાથે જ મેચ રમવી પડી. ચેલ્સી હાલમાં 45 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા નંબર પર છે. યુનાઇટેડની ‘કમબેક’ જીત ઓલ્ડ ટ્રેફોર્ડમાં માન્ચેસ્ટર યુનાઇટેડે એક ગોલથી પાછળ રહ્યા પછી શાનદાર વાપસી કરતા ક્રિસ્ટલ પેલેસને 2-1થી હરાવ્યું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

