ફૂટબોલ લીગ:અદાણી સ્પોર્ટ્સલાઇને અમદાવાદ સીટી FC સામે 8-0થી જીત નોંધાવી
અદાણી સ્પોર્ટ્સલાઇન FCએ ગુરુવારે ARA ખાતે અમદાવાદ સિટી FC સામે 8-0થી જોરદાર જીત નોંધાવીને થર્ડ ડિવિઝન ADFA લીગ 2026ના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. અમિત મહતોએ બીજી અને 47મી મિનિટે ગોલ ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તેને અન્ય ખેલાડીઓનો પણ પૂરો સાથ મળ્યો હતો, જેમાં શિવશે મહતો (7મી મિનિટ), અર્ણવ જોશી (28મી મિનિટ), નિખિલ ઠાકોર (38મી મિનિટ), આશિષ સાધુ (50મી મિનિટ), જેડન જોસેફ (56મી મિનિટ) અને ઝૈનરઝા પલસાણીયાએ (63મી મિનિટ) એક-એક ગોલ કરીને વિરોધી ટીમને હરાવવામાં ભૂમિકા ભજવી હતી. હવે અદાણી સ્પોર્ટ્સલાઇન FC તેની આગામી મેચ 1 માર્ચે એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ FC સામે રમશે, જ્યારે ત્રીજી પૂલ મેચ 7 માર્ચે અમદાવાદ યુનાઈટેડ FC સામે રમાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

