ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચમાં ગેફની અને પાલેકર ફિલ્ડ અમ્પાયર હશે:મુંબઈમાં મેચ રમાશે; ભારતના નિતિન પ્રથમ સેમિફાઇનલમાં થર્ડ અમ્પાયર હશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ICCએ બંને સેમિફાઇનલ માટે મેચ અમ્પાયર અને ઑફિશિયલ્સની જાહેરાત કરી દીધી છે. ભારતની મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર ક્રિસ ગેફની અને અલ્લાહુદ્દીન પાલેકર હશે. જ્યારે, રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ સેમિફાઇનલમાં ફિલ્ડ અમ્પાયર હશે. જ્યારે થર્ડ અમ્પાયર ભારતના નીતિન મેનન હશે. પ્રથમ સેમિફાઇનલ- સાઉથ આફ્રિકા vs ન્યૂઝીલેન્ડ
T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે કોલકાતામાં રમાશે, જ્યાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને રમશે. આ મુકાબલામાં ઓન-ફીલ્ડ અમ્પાયરની જવાબદારી રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ સંભાળશે, જ્યારે થર્ડ અમ્પાયર નિતિન મેનન હશે. ફોર્થ અમ્પાયર તરીકે રોડ ટકર હાજર રહેશે અને મેચ રેફરીની ભૂમિકા જવાગલ શ્રીનાથ નિભાવશે. બીજી સેમિફાઇનલ- ભારત vs ઇંગ્લેન્ડ
બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે મુંબઈમાં રમાશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ઓન-ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગેફની અને અલ્લાહુદ્દીન પાલેકર હશે, જ્યારે થર્ડ અમ્પાયરની જવાબદારી એડ્રિયન હોલ્ડસ્ટોક સંભાળશે. ચોથા અમ્પાયર તરીકે પોલ રાઇફલ હાજર રહેશે અને મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટ હશે. ગેફની ભારતના મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે
બંને ટીમો 2024માં પણ સેમિફાઇનલમાં આમને-સામને થઈ હતી, જ્યાં ભારતે 68 રનથી શાનદાર જીત નોંધાવી હતી. તે મુકાબલામાં પણ ક્રિસ ગેફની અમ્પાયરની ભૂમિકામાં હાજર હતા. વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ગેફની ભારતના સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સામેના મુકાબલાઓમાં પણ ઓન-ફિલ્ડ અમ્પાયર રહી ચૂક્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

