ભીંડાનું શાક ચીકણું થાય છે? તો ચિંતા ના કરો, આ રહી હોટલ જેવી ક્રિસ્પી ભીંડી બનાવવાની સિક્રેટ રીત
ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે ભીંડાનું શાક બનાવતી વખતે તે ચીકણું થઈ જાય છે. જો તમારા ઘરે પણ બાળકો ભીંડાની ચીકાશ જોઈને ખાવાની ના પાડતા હોય, તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી રેસિપી, જેનાથી ભીંડા એકદમ કુરકુરા અને ક્રિસ્પી બનશે.
ક્રિસ્પી ભીંડી બનાવવાની રીત
250 ગ્રામ ભીંડા
2 મોટી ચમચી ચણાનો લોટ
1 મોટી ચમચી ચોખાનો લોટ
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું
1/2 ચમચી આમચૂર પાવડર
1/4 ગરમ મસાલો
સ્વાદ અનુસાર મીઠું
તળવા માટે તિરૂપતિ તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ ભીંડાને પાણીથી બરાબર ધોઈ લો. ધોયા પછી તેને કોટનના કપડાથી લૂછીને સાવ કોરા કરી લો. જો ભીંડા ભીના હશે તો શાક ચીકણું થશે. હવે ભીંડાને ચાર લાંબા ચીર કરો, જો બીજ બહુ મોટા હોય તો તેને કાઢી નાખવા જેથી ભીંડી વધુ ક્રિસ્પી બને.
એક મોટા વાસણમાં સમારેલા ભીંડા લો. તેના પર ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને આમચૂર પાવડર છાંટો. હવે હળવા હાથે બધું મિક્સ કરો જેથી લોટ અને મસાલા ભીંડા પર સરસ રીતે ચોંટી જાય.
એક કડાઈમાં તિરુપતિ તેલ ગરમ કરવા મૂકો. તેલ એકદમ સરસ ગરમ થાય એટલે, ભીંડાના મિશ્રણમાં મીઠું નાખીને મિક્સ કરો.
ગરમ તેલમાં થોડા-થોડા ભીંડા નાખો. મધ્યમથી તેજ આંચ પર ભીંડા એકદમ ગોલ્ડન બ્રાઉન અને કુરકુરા થાય ત્યાં સુધી તળી લો.
બસ, તૈયાર છે ગરમાગરમ ક્રિસ્પી ભીંડી. દાળ-ભાત કે રોટલી સાથે ખાવામાં ખૂબ જ મજા આપશે. જો તમે હજુ સુધી આ રીતે ભીંડા નથી બનાવ્યા, તો આજે જ ટ્રાય કરજો.
રસોઈમાં શુદ્ધતા અને સ્વાસ્થ્યનો સંગમ એટલે તિરુપતિ તેલ. આ તેલમાં તળવાથી વાનગીઓ ઓછું તેલ શોષે છે અને તેનો અસલી સ્વાદ જળવાઈ રહે છે.
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://shop.tirupatioils.com/shop/
Disclaimer: આ એક એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે,
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

