શું ઝિમ્બાબ્વે આજે પણ અપસેટ સર્જશે?:બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે; આજના મેચના પરિણામ પર ભારતીય ફેન્સની પણ નજર રહેશે
T20 વર્લ્ડ કપમાં આજે વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો થશે. બંને ટીમ સુપર-8માં પોતાની પહેલી મેચ રમવા ઉતરશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. ઝિમ્બાબ્વેએ આ ટુર્નામેન્ટમાં બે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવી છે. હવે તેનું આગામી ટાર્ગેટ વેસ્ટ ઇન્ડીઝ હશે, જેને 16 વર્ષ પહેલા 2010માં હરાવી ચૂક્યું છે. આ T20 ઇન્ટરનેશનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે તેની એકમાત્ર જીત પણ છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝ લીગ સ્ટેજમાં પોતાની ચારેય મેચ જીતી હતી. તેનો ટૉપ ઓર્ડર અને મિડલ ઓર્ડર શાનદાર ફોર્મમાં છે. જ્યારે પેસર્સ અને સ્પિનર્સે પણ પોતાનું કામ બખૂબી કર્યું છે. ભારતના ચાહકોની નજર આજની મેચ પર ભારતીય ટીમ ગ્રુપ-1ની પહેલી જ મેચ 76 રનના મોટા અંતરથી હારી ગઈ છે. આના કારણે ટીમનો નેટ રન રેટ -3.800 થઈ ગયો છે. આવી સ્થિતિમાં, આજની વેસ્ટ ઇન્ડીઝ-ઝિમ્બાબ્વેની મેચ પર પણ ઈન્ડિયન ફેન્સની નજર રહેશે. ઝિમ્બાબ્વે સામે વેસ્ટ ઇન્ડીઝ આગળ T-20 ઇન્ટરનેશનલમાં બંને ટીમ વચ્ચે 4 મેચ રમાઈ છે. આ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝને 3 મેચમાં જીત મળી છે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. T-20 વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે 2022માં રમાયેલી એકમાત્ર મેચ વેસ્ટ ઇન્ડીઝે જીતી હતી. શાઈ હોપ વેસ્ટ ઇન્ડીઝનો ટૉપ બેટર રહ્યો
શાઈ હોપે આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 4 મેચમાં 134.78ની સ્ટ્રાઈક રેટથી 155 રન બનાવ્યા છે. તેની એક ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 75 રન છે. જ્યારે, બોલિંગમાં શમાર જોસેફ ટીમ માટે ટૉપ વિકેટ ટેકર રહ્યો છે. તેણે 4 મેચમાં 8.57ની ઇકોનોમીથી રન ખર્ચ કરીને 7 વિકેટ લીધી છે. આ દરમિયાન 39 રન આપીને 4 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. મુઝરબાની ઝિમ્બાબ્વેનો ટૉપ વિકેટ ટેકર
ઝિમ્બાબ્વે માટે બ્રાયન બ્રેનેટે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 3 મેચમાં 125ના સ્ટ્રાઈક રેટથી 175 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 64* રહ્યો છે. જ્યારે, ઝડપી બોલર બ્લેસિંગ મુઝરબાનીએ વિરોધી બેટર્સને ખૂબ પરેશાન કર્યા છે. તે ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ રહ્યો છે. તેણે 3 મેચમાં માત્ર 5.91ની ઇકોનોમીથી 9 વિકેટ ઝડપી છે. આ દરમિયાન 17 રન આપીને 4 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. પીચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમને સામાન્ય રીતે બેટિંગ માટે શ્રેષ્ઠ પીચ માનવામાં આવે છે. અહીં ઝડપી બોલરોને નવી બોલથી થોડી મદદ મળે છે, પરંતુ રન બનાવવા સરળ રહે છે. ખાસ કરીને નાઇટ મેચમાં ઝાકળને કારણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવી ઘણીવાર ફાયદાકારક સાબિત થાય છે. વાનખેડેમાં અત્યાર સુધી 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ચૂકી છે. તેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 7 અને ચેઝ કરનારી ટીમે 8 મેચ જીતી છે. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર 247/9 છે, જે ભારતે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. આ મેદાન પર પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 183 રન રહ્યો છે. હવામાનની સ્થિતિ
મુંબઈમાં મંગળવારે હવામાન સ્વચ્છ અને ગરમ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 21 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 વેસ્ટ ઇન્ડીઝ (WI): બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), શિમરોન હેટમાયર, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ, રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, મેથ્યુ ફોર્ડ, અકિલ હુસૈન, ગુડાકેશ મોતી અને શમાર જોસેફ. ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તદિવાનાશે મારુમની, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, ડાયોન માયર્સ, તાશિંગા મુસેકિવા, વેલિંગ્ટન મસાકાડ્ઝા, બ્રેડ ઇવાન્સ, ટોની મુન્યોંગા, ગ્રીમ ક્રેમર, બ્લેસિંગ મુઝરબાની.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

