સાહિબઝાદા ફરહાન ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યા:જેક્સ અને શલ્કવિકને પાછળ છોડ્યા, વુમન્સ કેટેગરીમાં ભારતીય બોલર અરુંધતિને મળ્યો એવોર્ડ
પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાનને ICC દ્વારા ફેબ્રુઆરી મહિનાનો પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરવામાં આવ્યો છે. તેણે આ રેસમાં ઇંગ્લેન્ડના વિલ જેક્સ અને અમેરિકાના શેડલી વેન શાલ્કવિકને પાછળ છોડ્યા. જ્યારે, વુમન્સ કેટેગરીમાં આ એવોર્ડ ભારતની સીમ બોલર અરુંધતિ રેડ્ડીને મળ્યો. તેણે પાકિસ્તાનની ફાતિમા સના અને શ્રીલંકાની હર્ષિતા સમરવિક્રમાને પાછળ છોડ્યા. સાહિબઝાદાએ 7 મેચમાં 383 રન બનાવ્યા
T20 વર્લ્ડ કપ 2026માં સાહિબઝાદા ફરહાને શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે તેને ફેબ્રુઆરી માટે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો. તેણે 7 મેચમાં 2 સદી ફટકારીને 383 રન બનાવ્યા. તે એક એડિશનમાં T20 વર્લ્ડ કપમાં 2 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો. આ ઉપરાંત સાહિબઝાદાએ વિરાટ કોહલીનો એક T20 વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તોડ્યો. અરુંધતિ સિરીઝની ટોપ વિકેટ ટેકર
ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા જઈને ઓસ્ટ્રેલિયા વુમન્સ ટીમને ટી-20 સિરીઝમાં 2-1થી હરાવી જીત નોંધાવી. તે સિરીઝમાં અરુંધતિ રેડ્ડીએ સારી બોલિંગ કરી. તે સિરીઝમાં લીડિંગ વિકેટ ટેકર રહી. તેમણે 7.25ની ઇકોનોમીથી બોલિંગ કરતા 8 વિકેટ લીધી. હું તેને હંમેશા સાચવી રાખીશ- સાહિબઝાદા
સાહિબઝાદા ફરહાને કહ્યું, ICC એવોર્ડ જીતવો મારા માટે એક અદ્ભુત અનુભવ છે, ખાસ કરીને વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર કરવામાં આવેલા પ્રદર્શન માટે. આ ટુર્નામેન્ટ મારા માટે યાદગાર રહી અને હું તેને હંમેશા સાચવી રાખીશ. આગળ આવનારી સિરીઝ અને ટુર્નામેન્ટમાં પણ હું મારા આ જ ફોર્મને જાળવી રાખવા માગું છું. હું મારા સાથી ખેલાડીઓનો તેમના સતત સમર્થન અને મારા પર વિશ્વાસ રાખવા બદલ હૃદયપૂર્વક આભારી છું, કારણ કે તેમના વિના આ શક્ય નહોતું. આ એવોર્ડ મારા માટે વધુ ખાસ- અરુંધતી
અરુંધતી રેડ્ડીએ કહ્યું, ICC પ્લેયર ઑફ ધ મંથ તરીકે પસંદ થવું મારા માટે ખૂબ મોટું સન્માન છે. મને ખુશી છે કે હું ઑસ્ટ્રેલિયામાં ટી-20 સિરીઝ જીતવામાં મારી ટીમ માટે યોગદાન આપી શકી. ઑસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવવું સહેલું નથી હોતું, તેથી આ એવોર્ડ મારા માટે વધુ ખાસ છે. તેમણે આગળ કહ્યું, આ જીતથી અમારી ટીમનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. હવે અમે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનાર ICC વુમન્સ ટી-20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા છીએ. અમારી ટીમ સંતુલિત છે અને મને વિશ્વાસ છે કે અમે આ ટૂર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન કરીશું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

