હીલી છેલ્લી વન-ડેમાં સદી ફટકારનાર બીજી મહિલા ક્રિકેટર:ઓસ્ટ્રેલિયાએ ભારતને 185 રનથી હરાવ્યું, વર્લ્ડ ચેમ્પિયનને સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું

Last Updated: March 2, 2026By

ઓસ્ટ્રેલિયા પ્રવાસે ભારતીય મહિલા ટીમને વનડે શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો. છેલ્લા મુકાબલામાં કેપ્ટન એલિસા હીલીએ પોતાની અંતિમ વનડેમાં 98 બોલમાં 158 રન બનાવીને ટીમને 409 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી. જવાબમાં ભારતીય ટીમ 45.1 ઓવરમાં 224 રન જ બનાવી શકી અને 185 રનથી મેચ હારી ગઈ. હીલી બીજી એવી મહિલા ક્રિકેટર છે જેમણે અંતિમ ODI મુકાબલામાં સદી ફટકારી છે. તેની પહેલા આવું સાઉથ આફ્રિકાની જોહમારી લોટેગબર્ગે 2007માં કર્યું હતું. તેણે નેધરલેન્ડ્સ સામે સદી ફટકારી હતી. હીલીએ 27 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હોબાર્ટના બેલરિવ ઓવલમાં રમાયેલા આ મુકાબલામાં ટોસ ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે જીત્યો. હીલીની અંતિમ વનડેને કારણે મેચની શરૂઆત ખાસ માહોલમાં થઈ. ભારતીય ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. શરૂઆતમાં રેણુકા સિંહે મેડન ઓવર નાખી, પરંતુ ત્યારબાદ હીલીએ ઝડપથી રન બનાવવાનું શરૂ કરી દીધું. હીલીએ 49 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને 79 બોલમાં સદી ફટકારી. તેણે પોતાની ઇનિંગ્સમાં 27 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. 100 થી 150 રન સુધી પહોંચવામાં તેને માત્ર 16 બોલ લાગ્યા. તે વનડેમાં બે વખત 150 થી વધુ રન બનાવનારી બીજી મહિલા ખેલાડી બની. 13.3 ઓવર બાકી રહેતા તે 158 રન બનાવીને આઉટ થઈ. મૂનીએ 106 રન બનાવ્યા હીલી સાથે બેથ મૂનીએ પણ શાનદાર બેટિંગ કરી. મૂનીએ 84 બોલમાં અણનમ 106 રન બનાવ્યા. આ તેની છઠ્ઠી વનડે સદી હતી. બંને વચ્ચે 145 રનની ભાગીદારી થઈ. નિકોલા કેરીએ અંતમાં 15 બોલમાં અણનમ 34 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 409 રન બનાવ્યા. ભારતની સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી, પરંતુ શ્રી ચરણી સહિત ત્રણ બોલરોએ 80થી વધુ રન આપ્યા. ભારતની શરૂઆત ખરાબ રહી ટાર્ગેટ ચેઝ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી. બીજી ઓવરમાં નિકોલા કેરીએ સ્મૃતિ મંધાનાને ઝીરો પર પર આઉટ કરી દીધી. પ્રતિકા રાવલ અને જેમિમાહ રોડ્રિગ્સે ઝડપી 54 રનની ભાગીદારી કરી, પરંતુ ટીમ નિયમિત અંતરાલ પર વિકેટ ગુમાવતી રહી. જેમિમાએ 29 બોલમાં 42 રન બનાવ્યા. 20 ઓવરની અંદર ભારતના ચાર મોટા વિકેટ પડી ગયા. આ પછી અલાના કિંગે રિચા ઘોષ અને કાશવી ગૌતમને આઉટ કરીને મેચ સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયાના પક્ષમાં કરી દીધી. કિંગે 4 વિકેટ લઈને 33 રન આપ્યા. દીપ્તિ શર્મા અને સ્નેહ રાણાએ 63 રનની ભાગીદારી કરીને સ્કોર 200ને પાર પહોંચાડ્યો, પરંતુ ટીમ જીતથી ઘણી દૂર રહી ગઈ. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વનડે સિરીઝ 3-0થી પોતાના નામે કરી. જાન્યુઆરીમાં કરી હતી નિવૃત્તિની જાહેરાત હીલી જાન્યુઆરીમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂકી છે. તેણે કહ્યું હતું કે તે ભારત સામેની સિરીઝ પછી નિવૃત્તિ લઈ લેશે. તેણે ભારત સામેની ત્રીજી મેચમાં ઓપનિંગ કરી અને વનડેમાં આઠમી વખત સદી ફટકારી. હીલીની સદી પર મિચેલ સ્ટાર્કનું ભાવુક રિએક્શન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પોતાની પત્ની હીલીની સદી ફટકારવા પર ભાવુક થઈ ગયા. વનડે ક્રિકેટમાં હીલીની છેલ્લી ઇનિંગ્સ દરમિયાન મિચેલ સ્ટાર્ક કોમેન્ટ્રી બોક્સમાં બેઠો હતો. જેમ જ હીલીએ પોતાની સદી પૂરી કરી, સ્ટાર્કે જોરદાર તાળીઓ પાડીને તેનો ઉત્સાહ વધાર્યો. પત્નીની આ યાદગાર ઇનિંગ્સ પર તે ભાવુક થઈ ગયો. તેનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.