₹3000 કરોડની કમાણી બાદ 'ધુરંધર-2'ની OTT પર એન્ટ્રી:હવે ઘરે બેઠાં હમઝા અલી મઝારીનો ધમાકો જોઈ શકાશે, જિયો-હોટસ્ટારે સ્ટ્રીમિંગની ડેટ રિવીલ કરી
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યા બાદ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 5 જૂનથી જિયો-હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 4 જૂને સાંજે 7 વાગ્યે રાખવામાં આવ્યું છે. વર્લ્ડવાઇડ 3000 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને આ ફ્રેન્ચાઇઝી ભારતની સૌથી સફળ ફિલ્મ સિરીઝ બની ચૂકી છે. સોશિયલ મીડિયા પર સ્ટ્રીમિંગની જાહેરાત
ફિલ્મની OTT રિલીઝની જાણકારી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘વાવાઝોડું બનીને જે આવી રહ્યો છે, તેને ‘ધુરંધર’ કહેવાય છે. જુઓ ‘ધુરંધર: ધ રિવેન્જ’, રૉ અને અણદીઠું. ગ્રાન્ડ ડિજિટલ પ્રીમિયર 4 જૂન સાંજે 7 વાગ્યે, સ્ટ્રીમિંગ 5 જૂનથી ફક્ત જિયો-હોટસ્ટાર પર.’ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે અત્યાર સુધી ભારતમાં લગભગ ₹1144 કરોડનું નેટ કલેક્શન અને વિશ્વભરમાં લગભગ ₹1795 કરોડની ગ્રોસ કમાણી કરી લીધી છે. ફિલ્મે પેઇડ પ્રિવ્યૂથી ₹75 કરોડ કમાઈને નવો રેકોર્ડ બનાવ્યો હતો અને બાદમાં વર્લ્ડવાઇડ કલેક્શનમાં ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’ને પણ પાછળ છોડી દીધી હતી. આ ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ એ મળીને દુનિયાભરમાં 3,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી. આ પછી, તે 3,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. જ્યારે કોઈ એક ફિલ્મની સફળતા પછી તેના એકથી વધુ ભાગ બનાવવામાં આવે છે, ત્યારે તે એક ફ્રેન્ચાઇઝીનું રૂપ લઈ લે છે. ફિલ્મમાં લાંબી સ્ટારકાસ્ટ
આ સિક્વલમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. તેના સિવાય ફિલ્મમાં સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન, ગૌરવ ગેરા, રાકેશ બેદી અને બ્રજેન્દ્ર કાલા જેવા કલાકારો છે. નોંધનીય છે કે, આ ફ્રેન્ચાઇઝીના પહેલા ભાગમાં અક્ષય ખન્નાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મને જ્યોતિ દેશપાંડે અને આદિત્ય ધરે મળીને જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી છે. ‘આવી ફિલ્મથી ઇતિહાસ બને છે’
ફિલ્મમાં મેજર ઇકબાલનું પાત્ર ભજવનાર એક્ટર અર્જુન રામપાલે આ સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તાજેતરમાં તેણે ANI સાથેની વાતચીતમાં કહ્યું, ‘આટલી મોટી ફિલ્મનો ભાગ બનવું એ દરેકનું સપનું હોય છે. કારકિર્દીમાં આવી ફિલ્મ મળવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે એક રીતે ઇતિહાસનો ભાગ બની જાઓ છો. જ્યારે તમે આવી ફિલ્મ સાથે જોડાઓ છો, ત્યારે તેનો ફાયદો આખી ટીમને મળે છે.’ આદિત્ય ધરે અલગ વિચાર સાથે કાસ્ટ કર્યો
મેજર ઇકબાલના રોલમાં પોતાની કાસ્ટિંગને યાદ કરતા અર્જુને જણાવ્યું કે, તેણે ડિરેક્ટર આદિત્ય ધરને પૂછ્યું હતું કે તે તેને આ રોલમાં કેવી રીતે જુએ છે? આના પર આદિત્યએ કહ્યું હતું, ‘મેં તમારી બધી ફિલ્મો જોઈ છે. મને ખબર છે કે તમે આ પાત્રમાં જે પણ નવીનતા લાવશો, તે બિલકુલ અલગ હશે.’ અર્જુન અનુસાર, અહીંથી જ તેની સફર શરૂ થઈ અને ફિલ્મે સફળતાની નવી ગાથા લખી દીધી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

