'અમરી'એ અમૃતા પ્રીતમની બાયોપિકની આશા જગાડી:મીરા નાયરની ફિલ્મની જાહેરાત થતાં ભણસાલીના અધૂરા ડ્રિમ પ્રોજેક્ટની ચર્ચા, લાંબા સમયથી પ્રોજેક્ટ અદ્ધરતાલ

Last Updated: May 15, 2026By

ફિલ્મમેકર મીરા નાયરે તાજેતરમાં પ્રખ્યાત ચિત્રકાર અમૃતા શેરગિલના જીવનથી પ્રેરિત પોતાની નવી ફિલ્મ ‘અમરી’ની જાહેરાત કરી. ત્યારબાદથી ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર લેખિકા અમૃતા પ્રીતમની બાયોપિકને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે. ખબરો સામે આવતા જ બોલિવૂડમાં તે બીજી ‘અમૃતા’ એટલે કે અમૃતા પ્રીતમની અધૂરી કહાણી ફરી યાદ કરવામાં આવી, જેના પર વર્ષોથી ફિલ્મ બનાવવાના પ્રયત્નો થતાં રહ્યા છે. ભણસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ બનીને રહી ગઈ ‘ગુસ્તાખિયાં’ અમૃતા પ્રીતમની જિંદગીને મોટા પડદા પર ઉતારવાનો સૌથી મોટો પ્રયાસ સંજય લીલા ભણસાલીએ કર્યો હતો. ‘ગુસ્તાખિયાં’ નામના પ્રોજેક્ટ પર તેઓ લાંબા સમય સુધી કામ કરતા રહ્યા છે. શાહરુખ- પ્રિયંકાના નામે પણ ધૂમ મચાવી હતી ભણસાલીની ફિલ્મ માટે પહેલા ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ સામે આવ્યું હતું. બાદમાં કરીના કપૂર ખાન પણ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ હતી. જોકે, મેલ લીડ અને ડેટ્સની સમસ્યાઓના કારણે ફિલ્મ આગળ વધી શકી નહીં. ભણસાલી ઉપરાંત ડિરેક્ટર જસમીત કે. રીને પણ અમૃતા પ્રીતમ અને સાહિરની વાર્તા પર કામ શરૂ કર્યું હતું. શાહરુખ ખાન, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા તેને પ્રોડ્યુસ કરવાનો હતો અને સંભવતઃ પોતે સાહિરનું પાત્ર પણ ભજવતો. જ્યારે, અમૃતા પ્રીતમના રોલ માટે સૌથી વધુ ચર્ચા પ્રિયંકા ચોપરા જોનાસના નામની હતી. ‘અમરી’નો રિસ્પોન્સ મેકર્સને નવી હિંમત આપશે એવું માનવામાં આવે છે કે, જો ‘અમરી’ દર્શકો અને વિવેચકો વચ્ચે ચર્ચાનો વિષય બને છે, તો ફિલ્મ નિર્માતાઓ ફરીથી અમૃતા પ્રીતમની વાર્તાને મોટા પડદા પર લાવવાનું જોખમ લઈ શકે છે. હાલમાં, હિન્દી સિનેમાની આ સૌથી ચર્ચિત અધૂરી બાયોપિક્સમાંની એક બની રહી છે, જેની દર્શકોને વર્ષોથી રાહ છે. જાણકારોના મતે, અમૃતા પ્રીતમની વાર્તામાં પ્રેમ, પીડા, વિદ્રોહ અને સાહિત્યનો એવો સુમેળ છે, જે મોટા પડદા માટે સંપૂર્ણ માનવામાં આવે છે. સાહિર લુધિયાનવી માટે તેમનો પ્રેમ, તેમની કવિતાઓ અને પાછળથી ઇમરોઝ સાથેનો તેમનો સંબંધ હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ જ કારણ છે કે દરેક સમયના મોટા ફિલ્મ નિર્માતાઓ તેમના જીવનને અત્યંત સિનેમેટિક માનતા રહ્યા છે.

Leave A Comment