એશિયન ગેમ્સ 2026માં ભારતને બીજો મેડલ:અમદાવાદની એલાવેનિલે ટીમ બાદ પર્સનલ ઈવેન્ટમાં પણ સિલ્વર જીત્યો; મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં પણ મેડલ પાક્કો

Last Updated: September 20, 2026By

ભારતે 20મી એશિયન ગેમ્સના પહેલા દિવસે 2 સિલ્વર મેડલ જીતી લીધા છે. રવિવારે અમદાવાદની એલાવેનિલ વલારિવન મહિલા 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં 0.6 પોઈન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ. એલાવેનિલ વલારિવન જે મૂળ તમિલનાડુની હોવા છતાં તેનો ઉછેર અને રમતગમતની શરૂઆત અમદાવાદમાં થઈ છે. 27 વર્ષની વલારિવન 252.4 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી. જ્યારે જાપાનની હિનાતા તાઇચીએ 253.0 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો. ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમ 1898.0 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી. આ ટીમમાં એલાવેનિલ, સોનમ મસ્કર અને વિદરશા વિનોદ સામેલ હતી. સુચિકાએ પહેલો મેડલ પાક્કો કર્યો સુચિકા તરિયાલે મિક્સ્ડ માર્શલ આર્ટ્સની પરંપરાગત કેટેગરી (-60 કિગ્રા)ની સેમિફાઇનલમાં પહોંચીને મેડલ પાક્કો કર્યો. તેમણે મંગોલિયાની અલ્તનચિમેગ બૈગલમાને 2-0થી હરાવી. જાપાન 3 ગોલ્ડ સાથે નંબર-1, ભારત છઠ્ઠા સ્થાને ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. યજમાન જાપાન 3 ગોલ્ડ સાથે નંબર-1 પર છે. ચીન 2 ગોલ્ડ સહિત કુલ 7 મેડલ સાથે બીજા સ્થાને છે.

Leave A Comment