ગોલ્ડ ETFમાં એક વર્ષમાં 35%નું વળતર મળ્યું:આના દ્વારા ઓછા પૈસામાં સોનામાં રોકાણ કરો, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

Last Updated: September 19, 2026By

રોકાણકારોને આ દિવસોમાં સોનામાં રોકાણ આકર્ષી રહ્યું છે. ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં રોકાણ જુલાઈના 1,558 કરોડ રૂપિયાથી વધીને 2,596 કરોડ રૂપિયા રહ્યું. ગોલ્ડ ETFએ છેલ્લા એક વર્ષમાં 35%થી વધુ વળતર આપ્યું છે. જેફરીઝના ગ્લોબલ ઇક્વિટી સ્ટ્રેટેજી હેડ ક્રિસ વૂડનું માનવું છે કે સોનાના ભાવમાં આગળ પણ તેજી જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં જો તમે સોનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો, તો ગોલ્ડ ETF દ્વારા તેમાં રોકાણ કરી શકો છો. ગોલ્ડ ETF શું હોય છે? એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સોનાના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે. ગોલ્ડ ETFની ખરીદી-વેચાણ શેરની જેમ જ BSE અને NSE પર કરી શકાય છે. જોકે, તેમાં તમને સોનું મળતું નથી. જ્યારે તમે તેમાંથી બહાર નીકળવા ઇચ્છો, ત્યારે તમને તે સમયના સોનાના ભાવ જેટલી રકમ મળી જશે. આમાં કેવી રીતે રોકાણ કરી શકાય? ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર મારફતે ડીમેટ અકાઉન્ટ ખોલવું પડે છે. તેમાં NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કપાઈ જશે. તમારા ડીમેટ અકાઉન્ટમાં ઓર્ડર આપ્યાના બે દિવસ બાદ ગોલ્ડ ETF તમારા અકાઉન્ટમાં જમા થઈ જાય છે. ટ્રેડિંગ અકાઉન્ટ દ્વારા જ ગોલ્ડ ETF વેચી શકાય છે. સોનામાં મર્યાદિત રોકાણ ફાયદાકારક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભલે તમને સોનામાં રોકાણ કરવું પસંદ હોય, તેમ છતાં તમારે તેમાં મર્યાદિત રોકાણ જ કરવું જોઈએ. કુલ પોર્ટફોલિયોના માત્ર 10થી 15% હિસ્સાનું જ રોકાણ સોનામાં કરવું જોઈએ. કોઈ સંકટના સમયમાં સોનામાં કરેલું રોકાણ તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપી શકે છે.

Leave A Comment