'ગ્લોરી' માટે પુલકિત સમ્રાટ અસલી બોક્સર બન્યો!:9 મહિનાની તનતોડ મહેનતથી ટ્રાન્સફોર્મેશન થયું, ટ્રેલર લોન્ચમાં બોક્સર નીરજ સાથે રિંગમાં ઉતર્યો
બોલિવૂડમાં સ્પોર્ટ્સ ડ્રામાની વિશ્વસનીયતા હંમેશા એક મોટી કસોટી રહી છે અને આ જ કસોટી પર ખરા ઉતરવા માટે પુલકિત સમ્રાટે પોતાની અપકમિંગ નેટફ્લિક્સ સિરીઝ ‘ગ્લોરી’માં પોતાને સંપૂર્ણપણે ઢાળી દીધો છે. તાજેતરમાં રિલીઝ થયેલી આ સિરીઝમાં તે એક પ્રોફેશનલ બોક્સરના રોલમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલર લોન્ચ દરમિયાન તેણે પ્રોફેશનલ બોક્સર નીરજ ગોયત સાથે લાઇવ રિંગમાં ઉતરીને બધાને ચોંકાવી દીધા હતા. એક્ટરથી ફાઇટર જેવો બનવાની જર્ની ઘણી પડકારજનક રહી પુલકિતના ટ્રેનર ડ્રૂ નીલના મતે, તેનો હેતુ ફક્ત તેને બોક્સિંગ શીખવવાનો નહોતો, પરંતુ તેને એક અસલી બોક્સરમાં બદલવાનો હતો. ડ્રૂએ આ પ્રક્રિયાને એક પ્રેરણાદાયક જર્ની ગણાવી, જેમાં પુલકિતને ફક્ત રિંગમાં યોગ્ય દેખાવું જ નહીં, પરંતુ એક ફાઇટરની જેમ વિચારવું અને અનુભવવું પણ શીખવવામાં આવ્યું. ડ્રૂના મતે તેણે શૂટિંગના લગભગ 9 મહિના પહેલા ટ્રેનિંગ શરૂ કરી, જે ખૂબ જ ઓછો સમય માનવામાં આવે છે. તૈયારીમાં માત્ર ફિટનેસ નહીં, ફંક્શનલ સ્ટ્રેન્થ પર રહ્યુ ફોકસ
બોક્સર બનવાની તૈયારીમાં સૌથી મોટો બદલાવ પુલકિતની ફિટનેસ અપ્રોચમાં આવ્યો. જ્યાં સામાન્ય રીતે એક્ટર્સ સ્ક્રીન પર સારા દેખાવા માટે મસલ્સ પર કામ કરે છે, ત્યાં ડ્રુએ તેના શરીરને ફંક્શનલ બનાવવા પર ભાર મૂક્યો. પુલકિત પહેલાથી જ ફિટ અને રિપ્ડ હતો, પરંતુ તેને રિંગના હિસાબે મજબૂત બનાવવા માટે તેનું વજન સંતુલિત કરવામાં આવ્યું જેથી તે મુકાબલા દરમિયાન લાંબા સમય સુધી ટકી શકે અને પ્રભાવી પ્રદર્શન કરી શકે. હજારો રિયલ પંચ માર્યા, આખી ટ્રેનિંગ શરીરની અસલી પરીક્ષા પણ થઈ તાલીમનો સૌથી મુશ્કેલ ભાગ સ્ટેમિના અને પુનરાવર્તન હતો. ડ્રુના મતે પુલકિતને રોજ હજારો જેબ્સ અને ક્રોસ મારવા પડતા હતા, જેનાથી તેના ખભા પર જબરદસ્ત દબાણ આવ્યું. આ તેના માટે નવો અનુભવ હતો, કારણ કે અગાઉ તેણે આ પ્રકારની સતત પંચિંગ તાલીમ કરી ન હતી. શરીરને લાંબા સમય સુધી સતત સક્રિય રાખવા અને તે જ તીવ્રતાથી પ્રદર્શન કરવા માટે તેને કઠોર મેરેથોન સેશન્સમાંથી પસાર થવું પડ્યું. પુલકિતના આ સફરના સાક્ષી તેની પત્ની અને એક્ટ્રેસ કૃતિ ખરબંદા પણ રહી, જેણે તેની મહેનતની પ્રશંસા કરી અને એક ભાવનાત્મક નોંધ પણ શેર કરી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

