છૂટાછેડાની ચર્ચા પર મૌની રોયે મૌન તોડ્યું:સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી; વિવાદ વધતા એક્ટ્રેસના પતિ સૂરજે ઇન્સ્ટાગ્રામ ડિએક્ટિવેટ કર્યું
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય અને તેના પતિ સૂરજ નાંબિયારના છૂટાછેડાના સમાચારો વાયુવેગે ફેલાઇ રહ્યા છે. તેવામાં મૌનીએ આ અંગે મૌન તોડ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. સ્ટોરી શેર કરી અફવા ન ફેલાવવા અપીલ કરી મૌનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શરે કરીને લખ્યું, ‘તમામ મીડિયા હાઉસને નમ્ર વિનંતી છે કે તેઓ ખોટા સમાચાર ન ફેલાવે. કૃપા કરીને અમને જગ્યા (સ્પેસ) અને ગોપનીયતા (પ્રાઇવસી) આપો.’ અનફોલો કરવા અને ફોટો ડિલીટ કરવાથી શરૂ થઈ ચર્ચા વિવાદિત છૂટાછેડાના આ સમાચાર ત્યારે શરૂ થયા, જ્યારે ચાહકોએ જોયું કે, મૌની અને સૂરજે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. વાત માત્ર અનફોલો કરવા પૂરતી સીમિત ન રહી, સૂરજે પોતાની પ્રોફાઇલ પરથી લગ્નની ઘણી જૂની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. વિવાદ વધતા સૂરજે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જ ડિએક્ટિવેટ કરી દીધું છે. જોકે, મૌનીની પ્રોફાઇલ પર હજુ પણ કેટલીક તસવીરો છે. 2022માં ગોવામાં થયા હતા લગ્ન મૌની રોય અને સૂરજ નામ્બિયારે 27 જાન્યુઆરી 2022ના રોજ ગોવામાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ લગ્નમાં મલયાલી અને બંગાળી બંને પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સૂરજ દુબઈ સ્થિત બિઝનેસમેન છે અને બંને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી લગ્નના બંધનમાં બંધાયા હતા. મૌની રોય પાસે ઘણી ફિલ્મો છે વર્ષ 2025માં મૌની રોય ફિલ્મ ‘ભૂતની’માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે તમિલ ફિલ્મ ‘વિશ્વંભરા’માં કેમિયો કરતી જોવા મળશે. આ ઉપરાંત તે ‘હે જવાની તો ઇશ્ક હોના હૈ’ અને ‘ધ વાઇવ્સ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

