જાણો શા માટે વિજયના ફેન્સ તેમને ‘થલપતિ’ કહીને બોલાવે છે? 3 દાયકા જૂની રસપ્રદ કહાની પરથી ઉઠ્યો પડદો | Gujarat News

Last Updated: May 4, 2026By

ચાહકોમાં ‘થલાપતિ’ તરીકે ઓળખાતા વિજય હવે તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો પછી વિજયે જે રીતે જનતાના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.

‘ઇલાયથલાપતિ’ થી શરૂઆત

વિજયની આ સફર લગભગ 32 વર્ષ જૂની છે. તેમણે 1984માં બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ 1992માં ‘નાલૈયા થિર્પુ’ ફિલ્મથી હીરો તરીકે પદાર્પણ કર્યું. 1994માં જ્યારે તેમના પિતા એસ.એ. ચંદ્રશેખર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રાસીગન’ સુપરહિટ થઈ, ત્યારે તેમને પહેલીવાર ‘ઇલાયથલાપતિ’ (Ilayathalapathy) નું બિરુદ મળ્યું હતું. તમિલમાં આ શબ્દનો અર્થ ‘નાનો સેનાપતિ’ અથવા ‘યુવા કમાન્ડર’ થાય છે. દાયકાઓ સુધી તેઓ આ જ નામથી ચાહકોમાં લોકપ્રિય રહ્યા હતા.

‘થલાપતિ’ બનવાની સફર

વર્ષ 2017 વિજયની કારકિર્દી માટે એક મોટો વળાંક સાબિત થયું. દિગ્દર્શક એટલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મેર્સલ’ (Mersal) દરમિયાન, તેમના નામમાંથી ‘ઇલાય’ (યુવા) શબ્દ હટાવીને તેમને પૂર્ણપણે ‘થલાપતિ’ એટલે કે ‘સેનાપતિ’ અથવા ‘નેતા’ તરીકે સંબોધવામાં આવ્યા. આ પરિવર્તન દર્શાવતું હતું કે હવે વિજય માત્ર યુવા નેતા નથી, પરંતુ તમિલ સિનેમાના સર્વોચ્ચ કમાન્ડર બની ગયા છે. એટલી અને વિજયની જોડીએ ‘થેરી’ અને ‘મેર્સલ’ જેવી ફિલ્મો આપીને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો હતો.

ફિલ્મી વિદાય અને અંતિમ પ્રોજેક્ટ

રાજકારણમાં સંપૂર્ણ સમય આપવા માટે વિજયે અભિનય છોડવાનો નિર્ણય લીધો છે. તેમની છેલ્લી ફિલ્મ ‘જાના નાયગન’ લાંબા સમયથી સેન્સર બોર્ડમાં અટવાયેલી હતી, પરંતુ હવે તેમની રાજકીય જીત બાદ આ ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો જણાતો હોય તેમ લાગે છે. જે રીતે દક્ષિણ ભારતમાં રજનીકાંતને ‘થલૈવા’ (બોસ) કહેવામાં આવે છે, તે જ રીતે વિજય હવે તમિલનાડુના રાજકારણ અને લોકોના દિલના સાચા ‘થલાપતિ’ સાબિત થયા છે. તેમની આ જીત ફિલ્મી પડદાથી મુખ્યમંત્રીની ખુરશી સુધીની એક અદભૂત સફરની પૂર્ણાહુતિ છે.

આ પણ વાંચો: West Bengal Election Result 2026: પીએમ મોદીએ જ્યાં લીધો હતો ઝાલમુડીનો સ્વાદ, તે ઝાડગ્રામમાં ખિલશે કમળ!

Leave A Comment