'પંજાબ કિંગ્સ'ની જીત પર પ્રીટિ ઝિન્ટા ગદગદ:ખેલાડીઓ પર પ્રેમ વરસાવ્યો, વિરોધી ટીમના બેટ્સમેન કેએલ રાહુલની ઇનિંગના વખાણ કર્યા

Last Updated: April 27, 2026By

શનિવારે IPL મેચમાં ‘પંજાબ કિંગ્સ’એ ‘દિલ્હી કેપિટલ્સ’ને છ વિકેટે હરાવ્યું, ત્યારબાદ ટીમની સહ-માલિક પ્રીટિ ઝિન્ટાએ ખુશી વ્યક્ત કરી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને ટીમ અને ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરતા જીત બદલ અભિનંદન પાઠવ્યા. વિરોધી ટીમને પણ અભિનંદન પાઠવ્યા પ્રીટિએ પોતાની પોસ્ટમાં સૌથી પહેલા વિરોધી ટીમ ‘દિલ્હી કેપિટલ્સ’ના બેટ્સમેન કેએલ રાહુલની શાનદાર ઇનિંગ્સ માટે તેને અભિનંદન પાઠવ્યા. તેમ જ, પ્રીટિએ પોતાની ટીમ વિશે લખ્યું, “શ્રેયસ ઐયર, આ જીત રેકોર્ડમાં નોંધાઈ જશે. આજે ખરેખર ગરમી હતી.” સાથે જ તેણે પ્રભસિમરન સિંહ, પ્રિયંશ આર્યા, નેહાલ વઢેરા અને શશાંક સિંહની પણ પ્રશંસા કરી.
265 રન ચેઝ કર્યા, પંજાબે રચ્યો ઇતિહાસ મેચની વાત કરીએ તો, ‘પંજાબ કિંગ્સ’એ T20 ઇતિહાસના સૌથી મોટા લક્ષ્યોમાંથી એક 265 રનને સફળતાપૂર્વક ચેઝ કરી. દિલ્હી તરફથી કેએલ રાહુલે 67 બોલમાં 152 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી. આ સાથે તે IPLમાં 150 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો. તેણે ભારતના પુરુષ T20 ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો, જોકે તેની આ ઇનિંગ ટીમ ને જીત અપાવી શકી નહીં. ‘પંજાબ કિંગ્સ’એ આ પહેલા 2024 સીઝનમાં ‘કોલકાતા નાઈટ રાઈડર્સ’ સામે 262 રન ચેઝ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે ટીમે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. આ જીત સાથે ‘પંજાબ કિંગ્સ’ છ જીત અને એક અનિર્ણિત મેચ સાથે 13 પોઈન્ટ પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. જ્યારે ‘દિલ્હી કેપિટલ્સ’ ત્રણ જીત અને ચાર હાર સાથે છઠ્ઠા સ્થાને છે, જેના છ પોઈન્ટ છે.