પાકિસ્તાન અને ચીને કાશ્મીર મુદ્દે ઉપાડો લીધો:શાહબાઝ શરીફ ચીન પહોંચતાં જ જિનપિંગનો મતીભ્રમ; ભારતે પણ કહી દીધું- કાશ્મીર ભારતનું હતું, છે ને રહેશે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 23 થી 26 મે સુધી ચીનના પ્રવાસે છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ કરી. આ દરમિયાન ચીન અને પાકિસ્તાને મંગળવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. આ સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ભારતે ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા નિવેદનને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે. ચીન-પાકિસ્તાનના આ સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે ભારતનું વલણ પહેલેથી જ સ્પષ્ટ અને સ્થિર છે અને સંબંધિત પક્ષોને તેની સારી રીતે જાણ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને તેના પર અન્ય કોઈ દેશને ટિપ્પણી કરવાનો અધિકાર નથી. ભારતની આ સખત પ્રતિક્રિયા ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો ઉલ્લેખ કર્યા પછી આવી છે. ભારતે CPEC પરિયોજનાઓનો પણ વિરોધ કર્યો, જે પાકિસ્તાન અધિકૃત વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારતે કહ્યું કે આ પરિયોજનાઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. આ સંબંધમાં ભારતે ચીન અને પાકિસ્તાન બંને સમક્ષ ઘણી વખત વાંધો ઉઠાવ્યો છે. ભારત સરકારે ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં ટ્રાન્સ બાઉન્ડ્રી વોટર રિસોર્સ કોઓપરેશનના ઉલ્લેખને પણ નકારી કાઢ્યો અને કહ્યું કે બંને દેશો વચ્ચે કોઈ સામાન્ય સરહદ નથી તેથી આવા સહયોગનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ભારતે એ પણ પુનરોચ્ચાર કર્યો કે તે 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને ક્યારેય માન્યતા આપતો નથી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 23 થી 26 મે સુધી ચીનના પ્રવાસે છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ કરી. આ દરમિયાન ચીન અને પાકિસ્તાને મંગળવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. આ સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ચીને કહ્યું કે આ વિવાદ જૂનો છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

