પ્રેમ માટે નિયમ પણ કુરબાન!:CM વિજયે રૂમર્ડ ગર્લફ્રેન્ડ ત્રિશા માટે વર્ષો જૂનો કાયદામાં બદલાવ કર્યો; 'કરપ્પૂ'ના મોર્નિંગ શૉને મળી સ્પેશિયલ પરમિશન
તમિલનાડુના CM પદના શપથ લીધા પછી, થલાપતિ વિજયે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ત્રિશા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. વિજયે ત્રિશા કૃષ્ણનની ફિલ્મ ‘કરપ્પૂ’ માટે સવારે 9 વાગ્યે સ્ક્રીનિંગ રાખવાની વિશેષ પરવાનગી આપી છે, જ્યારે અત્યાર સુધી સાઉથમાં તેના પર પ્રતિબંધ હતો. ફિલ્મ કરપ્પૂના પ્રોડક્શન હાઉસ ડ્રીમ વોરિયર પિક્ચરે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ માહિતી આપતા થલાપતિ વિજયનો આભાર માન્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે, ‘આદરણીય મુખ્યમંત્રી થિરુ જોસેફ વિજયનો વિશેષ આભાર, કરપ્પૂને સવારે 9 વાગ્યે વિશેષ પરવાનગી આપવા બદલ.’ ફિલ્મ ‘કરપ્પૂ’ 14 મેના રોજ રિલીઝ થઈ રહી છે. પહેલા દિવસથી જ તેના સવારે 9 વાગ્યાના શો શરૂ થઈ જશે. ફિલ્મમાં ત્રિશા કૃષ્ણન અને સૂર્યા મુખ્ય ભૂમિકામાં છે. 2023થી તમિલનાડુમાં મોર્નિંગ શૉ પર પ્રતિબંધ હતો વર્ષ 2023માં ફિલ્મ થુનિવુ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના સવારે 4:30 વાગ્યાના મોર્નિંગ શોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક ફેનનું નિધન થયું હતું. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે તમિલનાડુ સરકારે સુરક્ષા કારણોસર સવારના શૉ પર પ્રતિબંધ મૂક્યો હતો. થલાપતિ વિજયનો આ નિર્ણય બધાનું ધ્યાન એટલા માટે પણ ખેંચી રહ્યો છે કારણ કે તેનું નામ લાંબા સમયથી ત્રિશા કૃષ્ણન સાથે જોડાઈ રહ્યું છે. બંનેએ સંબંધ પર સત્તાવાર રીતે મહોર લગાવી નથી, પરંતુ છૂટાછેડાની પ્રક્રિયા સાથે સતત ત્રિશા સાથે જોવા મળીને બંનેએ સંબંધ પર સંકેત આપ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

