ભારતીય બોલર્સ સામે શ્રીલંકા મુશ્કેલ પરિસ્થિતિમાં:SL આજે ત્રીજા દિવસે 8/2ના સ્કોરથી રમવાનું શરૂ કરશે; ઈન્ડિયા માટે પ્રસિદ્ધ-માનવ સુથારને વિકેટ મળી
કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં ભારત-શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. શ્રીલંકાની ટીમ 8/2ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરશે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. ભારતે પોતાની પહેલી ઇનિંગ 503/9ના સ્કોર પર ડિક્લેર કરી હતી. ધ્રુવ જુરેલે નોટઆઉટ 115 રન બનાવ્યા હતા. જ્યારે રિષભ પંતે 63 અને શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા. મેચના પહેલા દિવસે દેવદત્ત પડિકલે 117 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા માટે અસિથા ફર્નાન્ડોએ 4 વિકેટ લીધી હતી. વરસાદની આવન-જાવન વચ્ચે ગઈકાલની મેચ રમાઈ. આ પછી મેચનો સમય અડધી કલાક વધાર્યો હતો. પણ અંધારુ થઈ જતાં મેચને અંદાજે 10 મિનિટ વહેલી પૂરી કરીને સ્ટમ્પ્સ જાહેર કરી દેવાયા. જુરેલે 171 બોલમાં સદી ફટકારી 136મી ઓવરના ચોથા બોલ પર ધ્રુવ જુરેલ સેન્ચુરી પૂરી કરવાના પ્રયાસમાં રનઆઉટ થતાં બચી ગયો. તેણે અસિથા ફર્નાન્ડોના ફુલ બોલ પર ધ્રુવ જુરેલે મિડ-ઓફ તરફ રમીને એક રન લીધો. રન લેવા દરમિયાન જુરેલ રન આઉટ થતાં માંડ-માંડ બચ્યો. ફિલ્ડરનો ડાયરેક્ટ હિટ નિશાના પર ન લાગ્યો અને જુરેલે રાહતનો શ્વાસ લીધો. સેન્ચુરી પૂરી થતાં જ મોહમ્મદ સિરાજ પહેલાથી જ ઉજવણી કરવા લાગ્યો હતો, તે દોડીને આવ્યો અને જુરેલને ભેટી પડ્યો. જુરેલે પોતાની ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી. કોલંબો ટેસ્ટમાં માથું અથડાવા પર જયસ્વાલ-ફર્નાન્ડો સામે કાર્યવાહી ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા દિવસે જયસ્વાલ અને અસિથા ફર્નાન્ડો વચ્ચે થયેલી ઘટના પર ICCએ કાર્યવાહી કરી છે. બંને ખેલાડીઓ પર મેચ ફીનો 25-25% દંડ ફટકાર્યો છે. સાથે જ બંનેના ખાતામાં 1-1 ડિમેરિટ પોઇન્ટ ઉમેર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

