ભારત સહિત 60 દેશો પર નવા ટેરિફનો ટ્રમ્પનો પ્લાન:બળજબરીથી મજૂરી કરાવવા પર 10%થી લઈ 12.5% ટેરિફ લાદવા વિચારણા, અમેરિકી જનતાનો અભિપ્રાય લેવાશે
અમેરિકાએ ભારત સહિત 60 દેશો પર આરોપ લગાવ્યો છે કે આ દેશોમાં બળજબરીપૂર્વક મજૂરી કરાવીને સામાન તૈયાર કરવામાં આવે છે. હવે નવા પ્રસ્તાવ અનુસાર આ દેશોના ઉત્પાદનો પર 10 થી લઈને 12.5 ટકાનો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. એક તરફ ભારત અને અમેરિકાએ વચગાળાના વેપાર કરાર ફ્રેમવર્ક તૈયાર કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારી કરી લીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિની સરકારે ભારત સહિત ડઝનબંધ મોટા વેપારી ભાગીદાર દેશોના ઉત્પાદનો પર 10% કે તેથી વધુ વધારાનો ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પગલું ભરવા પાછળ અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે આ દેશોમાંથી આવતો કેટલાક સામાન બળજબરીપૂર્વક મજૂરી (ફોર્સ્ડ લેબર) દ્વારા બનાવવામાં આવ્યો હોઈ શકે છે. અમેરિકી સરકાર તરફથી શું કહેવામાં આવ્યું? બુધવાર, 3 જૂનની સવારે અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલય (યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની ઓફિસ) દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેનેડા, મેક્સિકો, તાઇવાન, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) અને કેટલાક અન્ય દેશો પર 10% વધારાની ટેરિફ લગાવવામાં આવશે. આરોપ છે કે આ દેશોએ બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા સામાનની આયાત પરના પ્રતિબંધને યોગ્ય રીતે લાગુ કર્યો નથી. રિપોર્ટ અનુસાર ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડ સહિતના અન્ય ઘણા દેશો પર 12.5% વધારાની ટેરિફ લગાવવામાં આવશે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના રાજદૂત જેમિસન ગ્રીયરે નિવેદનમાં કહ્યું, “અમારા સૌથી મહત્વપૂર્ણ વ્યાપારી ભાગીદાર દેશોનું બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા સામાનની આયાતને રોકવામાં નિષ્ફળ રહેવું સ્વીકાર્ય નથી. આનાથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યાં અમેરિકી કામદારોને વૈશ્વિક બજારમાં અસમાન અને અયોગ્ય સ્પર્ધાનો સામનો કરવો પડે છે.” તેમણે આગળ કહ્યું, “અમારા દરેક વ્યાપારી ભાગીદારને એ સુનિશ્ચિત કરવા માટે વધુ પગલાં ભરવા પડશે કે વૈશ્વિક વેપાર અજાણતાં બળજબરીપૂર્વકની મજૂરીને પ્રોત્સાહન ન આપે અને તેને મજબૂત ન કરે.” જોકે, આ નવા ટેરિફ તરત જ લાગુ પડશે નહીં. તેમને લાગુ કરતાં પહેલાં જનતાનો અભિપ્રાય લેવામાં આવશે અને પ્રસ્તાવની સમીક્ષા કરવામાં આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

