'મારી વિરૂદ્ધના ષડયંત્રમાં મારા પરિવારનો જ ઉપયોગ થઈ રહ્યો છે':સુનીતાના આક્ષેપો પર ગોવિંદાએ મૌન તોડ્યું, કહ્યું- 'મોં ખોલતા પહેલા પોતાના કર્મ જુઓ'

Last Updated: January 19, 2026By

છેલ્લા કેટલાક સમયથી ગોવિંદાની પત્ની સુનીતા તેના વિરુદ્ધ નિવેદનો આપી રહી છે. તાજેતરમાં સુનીતાએ ગોવિંદાના અફેર પર કહ્યું કે, ’63 વર્ષની ઉંમરે આ બધું શોભતું નથી.’ હવે ગોવિંદાએ પહેલીવાર આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેની વિરુદ્ધ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે, જેમાં તેના પરિવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગોવિંદાએ ANI સાથેની વાતચીતમાં સુનીતાના નિવેદનો પર કહ્યું છે, મારા એક મિત્રએ કહ્યું હતું કે, ગોવિંદ (ગોવિંદા) તારી સાથે થોડું ષડયંત્ર ચાલી રહ્યું છે, આજે નહીં, વર્ષોથી ચાલી રહ્યું છે. તેમાંથી તું કેવી રીતે બહાર નીકળીશ? મેં કહ્યું, જુઓ એક વર્ષ, બે વર્ષ, 4-5 વર્ષ, 9-10 વર્ષ યોગ હોય છે, પૂજા પ્રાર્થના કરતા હોય છે, યજ્ઞ કરાવતા હોય છે. પણ જ્યારે 24-15 વર્ષથી વાતચીત આગળ વધે છે, ત્યારે તે યોગ નહીં પણ પ્રયોગ હોય છે. ગોવિંદાએ આગળ કહ્યું કે, ‘કોઈના સુવિચારિત ષડયંત્રમાં ઘર પરિવાર આવી જાય છે, લોકો ડરી જાય છે, તે બધાં ગોવિંદા નથી. પછી થોડો અલગાવ જોવા મળે છે. પણ મને એવું લાગે છે કે, આમ તો તે (સુનીતા) ખૂબ જ બુદ્ધિશાળી છે, તે ભણેલી-ગણેલી છે, ભાષામાં કંઈ ખોટું નથી હોતું.’ ‘મોં નથી ખોલતો તો લોકો નબળો સમજે છે’ ગોવિંદાએ આગળ કહ્યું- ‘છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહ્યો છું, ક્યારેક આપણે મોં ખોલતા નથી, તો નબળા દેખાઈએ છીએ અથવા એવું લાગે છે કે તે દુષ્ટ હશે. આજે હું જવાબ આપી રહ્યો છું. મને કહેવામાં આવ્યું હતું કે આમાં તમારા ઘર પરિવારના લોકોનો ઉપયોગ થઈ શકે છે. તેમને ખબર નહીં પડે કે તેઓ એક મોટા ષડયંત્ર હેઠળ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. જેમાં માણસને પહેલા પરિવારથી તોડવામાં આવે છે, કામથી તોડવામાં આવે છે. કામથી તોડવામાં જ આવ્યો છે, મારી ફિલ્મોને માર્કેટ મળી નથી. એવું ન વિચારશો કે હું રડી રહ્યો છું. મેં પણ ઘણી ફિલ્મો છોડી દીધી છે, તેથી હું રડતો નથી.’ ‘મારી વિરૂદ્ધના ષડયંત્રમાં સુનીતાને ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવામાં આવી છે’ ગોવિંદાએ વધુમાં કહ્યું, ‘તેઓ કહે છે કે જે તમને જોઈએ છે તે મળતું નથી, જે તમને મળે છે તે તમને જોઈતું નથી. ઘર કેવી રીતે ચાલશે. તો લેડીઝની વિચારસરણી અલગ હોય છે. પરંતુ તેઓ ક્યારેય એવું વિચારી શકતા નથી કે, એક ખૂબ મોટા ષડયંત્ર હેઠળ તમને ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પછી તેના પછી સમાજમાં બદનામ કરી દેવા. આવી વસ્તુઓ થોપી દેવી.’ આગળ ગોવિંદાએ કહ્યું, ‘શરૂઆતમાં એક માણસે મારા પર આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો, પછી તે ખુલ્લો પડી ગયો. ફિલ્મ લાઈનમાં જ્યારે તમારી લોકપ્રિયતા હદ વટાવી જાય છે, ત્યારે ઘણી વિક્ષિપ્તતાઓ સાથે ઘણા લોકો આગળ આવે છે. જે અપેક્ષિત નથી હોતા તેઓ પણ. આ ખ્યાતિ અને સંપત્તિ બક્ષતી નથી. આ પ્રકારના સામાજિક અને વિશ્વ સ્તરના પ્રયોગો ખૂબ જ ઝડપથી, ઘણા લોકો સાથે થતા નથી. મેં મારા પોતાના વરિષ્ઠ કલાકાર સાથે આવું થતું જોયું, જ્યારે હું તેના જેટલો મોટો નથી. મને જે કામ મળે છે તે હું કરી લઉં છું, પ્લાન કરતો નથી. પરંતુ મને લાગે છે કે ભગવાન મને આમાંથી બહાર કાઢે. બાળકોના કલ્યાણ માટે.’ ‘શું હું 4-5 લગ્નો કરીને બેઠો છું?’ છેવટે ગોવિંદાએ કહ્યું, ‘ખૂબ જ સંઘર્ષ થઈ ગયો છે. અમે સહજ સરળ, મમ્મીના આશીર્વાદથી પૂજા પ્રાર્થના કરનારા લોકો છીએ, અમારામાં આટલી જલ્દી વિચલિતતા આવતી નથી. હું એવી ઉદ્ધતાઈ કરતો જ નથી કે તેનો કષ્ટ તમારા લોકો પર આવે.’ સુનીતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘ગોવિંદાએ સુધરી જવું જોઈએ.’ આના પર પ્રતિક્રિયા આપતા ગોવિંદાએ કહ્યું, ‘મને એ કહો, મેં કેટલા લગ્ન કર્યા. 40 વર્ષ થઈ ગયા છે, શું હું 4-5 લગ્નો કરીને બેઠો છું? જેમણે કર્યા છે, તેઓ મજા કરી રહ્યા છે. ફિલ્મ લાઇનના લોકો આવી વાતોની ચર્ચા કરતા નથી. કદાચ જ દૂધે ધોયેલા લોકો આ વર્ગમાં મેં જોયા છે. જે કોઈ બીજા પર આરોપ લગાવી શકે. મેં આવું જોયું નથી. જે સમયે અમને કોર્નર કરી દેવામાં આવે છે, ત્યારે અમને લાગે છે કે અમે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળીએ.’ ‘મારા પરિવારને વિનંતી છે કે હું ગૂંગળાઈ જાઉં એવી સ્થિતિ ઊભી ન કરો’ ‘હું ખૂબ જ ગૂંગળાઈ જાઉં એવી સ્થિતિ ઊભી ન કરો. એવી હું બધાંને વિનંતી કરું છું, ખાસ કરીને મારા પોતાના પરિવારના લોકોને કરું છું. હું હીરો છું, ફિલ્મ લાઈનમાં છું. મને આશ્ચર્ય થાય છે, જ્યારે આવા પ્રશ્નો પૂછવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ફિલ્મો શરૂ થઈ. મેં ત્રણ ફિલ્મોની જાહેરાત કરી છે અને મારા બાપની તૌબા, આ માણસે ફિલ્મોની જાહેરાત કરવાની હિંમત કેવી રીતે કરી. હું શિવસેનામાં આવ્યો છું કે આ શરૂ થઈ ગયું કે આ કેવી રીતે થઈ ગયું. હું 19 વર્ષ ઘરે રહ્યો છું. 19 વર્ષ ઘણું હોય છે. મેં મારું જીવન તમારા ચરણોમાં વિતાવ્યું છે, છતાં કોઈના જીવનમાં આવા યોગ પ્રયોગો થાય તે શોભતું નથી.’ ‘મોં ખોલતા પહેલા પોતાના કર્મો જોવો’ ગોવિંદાએ છેલ્લે કહ્યું, ‘જ્યારે હું ઇન્ટરવ્યુ જોઉં છું, ત્યારે મને ખબર પડે છે કે તેના દિલમાં શું છે. જો મેં ક્યાંક કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો ક્ષમા યાચના કરું છું, મને નબળો ન સમજવામાં આવે. મોં ખોલતા પહેલા કર્મો પણ જોવા જોઈએ. પોતાના પણ જોવા જોઈએ. એવું નથી કે હું કોઈને ખોટું કહી રહ્યો છું. પરંતુ જે થઈ રહ્યું છે તે કોઈપણ રીતે યોગ્ય નથી. હું પ્રાર્થના કરું છું કે લોકો અવાજ ન કરે. જો આપણે જ બૂમો પાડીશું કે આ ખોટું છે તો શોભતું નથી. શું સાચું છે શું નથી, તમે તે વર્ગ સાથે ચર્ચા કરી રહ્યા છો, જે તેનો ભાગ જ નથી. મેં મારી માતા સિવાય કોઈને કંઈ પૂછ્યું નથી.’ ગોવિંદા ‘પતિ નં.1’ નથી સુનીતા આહુજાએ તાજેતરમાં ફરી જાહેરમાં કબૂલ્યું છે કે, ગોવિંદા ન તો સારો પતિ છે અને ન તો સારો પિતા. તેણે પતિને ખખડાવ્યો છે અને તેના અફેરની ચર્ચા વિશે ધમકી પણ આપી છે. વાસ્તવમાં સુનીતા આહુજાએ ‘મિસ માલિની’ના પોડકાસ્ટ પર ગોવિંદાના અફેર વિશે ખૂલીને વાત કરી છે. સુનીતાએ એ પણ દાવો કર્યો છે કે દીકરા યશની કારકિર્દી પર ગોવિંદાએ રતીભાર પણ મદદ કરી નથી. સુનીતાએ ગોવિંદાને બેજવાબદાર પિતા ગણાવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…