રિપોર્ટ-ઈરાન યુદ્ધ વચ્ચે 8000 પાકિસ્તાની સૈનિકો સાઉદીમાં તૈનાત:JF-17 ફાઈટર જેટ્સ અને ડ્રોન સ્ક્વોડ્રન પણ મોકલ્યા, ખર્ચ સાઉદી સરકાર ઉઠાવશે
ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયામાં 8 હજાર સૈનિકો, ફાઈટર જેટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કર્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ તૈનાતી બંને દેશો વચ્ચે થયેલા સંરક્ષણ કરાર હેઠળ કરવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને લગભગ 16 JF-17 ફાઈટર જેટ્સ, ડ્રોન સ્ક્વોડ્રન અને ચીનમાં બનેલી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ પણ સાઉદી અરેબિયા મોકલી છે. પાકિસ્તાની સૈનિકો તેમને ઓપરેટ કરી રહ્યા છે, જ્યારે ખર્ચ સાઉદી અરેબિયા ઉઠાવી રહ્યું છે. જરૂર પડ્યે પાકિસ્તાન વધુ સૈનિકો મોકલવા માટે પણ તૈયાર છે. જોકે, પાકિસ્તાનની સેના, વિદેશ મંત્રાલય અને સાઉદી સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ દરમિયાન ઈરાને અમેરિકાને હોર્મુઝની નાકાબંધી સમાપ્ત કરવા જણાવ્યું છે. જો આમ નહીં કરવામાં આવે તો ઓમાન સાગરને અમેરિકી સેનાનું કબ્રસ્તાન બનાવવાની ધમકી આપી છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ UAEના ન્યૂક્લિયર પ્લાન્ટ પર ડ્રોન હુમલો: UAE (યુનાઇટેડ આરબ અમીરાત)ના બરાકાહ પરમાણુ ઊર્જા પ્લાન્ટની બહાર ડ્રોન હુમલા બાદ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં ઈરાન પર શંકા સેવાઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે UAEના ન્યૂક્લિયર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો હોય. હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યા 15 LPG જહાજ: માર્શલ આઇલેન્ડ્સના ધ્વજવાળું LPG ટેન્કર ‘સિમી’ 20 હજાર ટન ગેસ લઈને કંડલા પોર્ટ પર પહોંચ્યું છે. યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 15 LPG જહાજો ભારત પહોંચી ચૂક્યા છે. ભારતે કહ્યું- હોર્મુઝમાં શિપિંગ રોકવું મંજૂર નથી: સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતનેની હરીશે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં કમર્શિયલ શિપિંગ (વ્યાપારી જહાજોની અવરજવર) રોકવી અને નૌકાદળના પરિવહનમાં અવરોધ ઊભો કરવો અસ્વીકાર્ય છે. ટ્રમ્પની નવી ઓફર- ઈરાન 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકે: ટ્રમ્પે પહેલીવાર કાયમી પ્રતિબંધના બદલે 20 વર્ષ માટે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સસ્પેન્ડ કરવાની વાત કહી છે. આ સાથે જ ઈરાનને ચેતવણી આપી કે તેનો સમય ઝડપથી પૂરો થઈ રહ્યો છે. સીઝફાયર છતાં લેબનાન પર ઇઝરાયેલી હુમલા ચાલુ: સંઘર્ષવિરામ લંબાયો હોવા છતાં ઇઝરાયેલે દક્ષિણ લેબનાનમાં 30 થી વધુ હુમલા કર્યા છે. હજારો લોકો આ વિસ્તાર છોડીને પલાયન કરી રહ્યા છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

