વિકીના બર્થ-ડે પર કેટરિનાએ પહેલો ફેમિલી ફોટો શેર કર્યો:બગીચામાં સાદગીથી 'વિહાનના પપ્પા'ની કેક કાપી, VICKETની પરફેક્ટ લાઇફનું સિક્રેટ ખોલ્યું

Last Updated: May 17, 2026By

બોલિવૂડના ‘છાવા’ એટલે કે વિકી કૌશલે 16 મેના રોજ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસને વધુ ખાસ બનાવવા માટે પત્ની કેટરિના કૈફે કોઈ બાંધછોડ કરી નહોતી. આ સાથે જ પતિના બર્થ ડે પર કેટરિનાએ ચાહકોને પણ સરપ્રાઇઝ આપ્યું હતું. તેણે પહેલો ફેમિલી ફોટો શેર કર્યો હતો અને વિકી માટે પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો. કેટરિનાએ વિકીને ‘સંત’ ગણાવ્યો કેટરિનાએ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું, ‘જન્મદિવસ મુબારક… એ જ જગ્યા, 2 વર્ષ પછી અને કેટલું બધું બદલાઈ ગયું છે. પ્રાર્થના, ધીરજ અને શ્રદ્ધા . અને આજે આપણે આપણા નાનકડા દેવદૂત સાથે ખૂબ જ આનંદપૂર્વક તારો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. મારું હૃદય આનંદથી ભરેલું અને કૃતજ્ઞ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તું 99% સમય (ઠીક છે, કદાચ 98%) એક સંત જેવી ધીરજ સાથે શક્તિ, પ્રેમ અને પ્રકાશના સ્તંભ સમાન રહ્યો છે. વિકીને પ્રેમ કરવા પાછળનું સાચું કારણ જણાવ્યું’ કેટરિનાએ આગળ લખ્યું, ‘હું તને માત્ર એટલા માટે પ્રેમ નથી કરતી કે તું જે વ્યક્તિ છે (એક અનુકરણીય માણસ જેના જેવી પ્રમાણિકતા મળવી મુશ્કેલ છે), પરંતુ એટલા માટે પણ કરું છું કારણ કે હું તને જે અગણિત પ્રશ્નો પૂછું છું, તેને તું રસપૂર્વક સાંભળે છે, તું મને એ બાબતોના જવાબો આપે છે જેના વિશે કદાચ તને પણ ખબર નહીં હોય… (હા, હવે તું પૌરાણિક કથાઓ, AI, વોટરપ્રૂફિંગ, મેકઅપ, સ્વાસ્થ્ય, બિઝનેસ અને સામાન્ય રીતે બધી જ ‘જો આવું થાય તો’ વાળી પરિસ્થિતિઓ અને તેની વચ્ચેની દરેક બાબતોનો નિષ્ણાત બની ગયો છે.)’ બર્થ ડે માટે ખાસ પ્રાર્થના કરી કેટરિનાએ વિકીના જન્મદિવસ માટે પ્રાર્થના કરતા કહ્યું કે, ‘હું પ્રાર્થના કરું છું કે, તું સવારે જાગે અને મારા પ્રશ્નો શરૂ થાય તે વચ્ચેના સમયમાં તને એક બ્લેક કોફી (કદાચ 2) પીવા માટે થોડી વધારાની પળો અને સમય મળી રહે.’ દીકરા વિહાનની ઝલક દેખાડી કેટરિના કૈફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કરીને પતિ વિકી કૌશલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. આ દરમિયાન તેણે દીકરા વિહાનની ઝલક દેખાડી. કેટરિનાએ પોસ્ટ કરેલા ફોટોમાં વિહાન ગ્રે રંગનું જેકેટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેની ક્યુટ હરકતો જોઈને વિકી કૌશલ અને કેટરિના કૈફ પણ ખડખડાટ હસી રહ્યા છે. જોકે, કપલે દીકરાનો ચહેરો દેખાડ્યો નહોતો. ઘોંઘાટથી દૂર બગીચામાં સાદગીથી જન્મદિવસ ઉજવ્યો વિકી કૌશલે પોતાનો બર્થ ડે ઉજવવા માટે કોઈ મોટી ભપકાદાર પાર્ટી કે ગ્રાન્ડ સેલિબ્રેશનના બદલે સાદગી ભરેલી પણ પોતાના પ્રેમાળ વ્યક્તિઓ સાથેની ખાસ ક્ષણો પસંદ કરી. વિકી અને કેટરિનાએ બગીચામાં જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન કેટરિના કૈફ બેજ કલરનો શર્ટ પહેરેલી જોવા મળી, જ્યારે બર્થ ડે બોય વિકીએ બ્લેક ટીશર્ટ અને નેવી બ્લુ જેકેટ પહેર્યા છે. ફોટોમાં એક કેક દેખાઈ રહી છે, જેના પર ‘હેપી બર્થ ડે પાપા’ લખેલું છે અને બ્લુ અને વ્હાઇટ કલરના નાના નાના હાર્ટ બનેલા છે. તેઓ બગીચામાં ચટ્ટાઈ પાથરીને બેઠાં છે. વિકી કેટરિનાના ખોળામાં માથું રાખીને ખડખડાટ હસતો દેખાઈ રહ્યો છે. સાથે જ એક ઓશિકું અને ગુલાબી અને સફેદ રંગોના ફૂલોનો ગુલદસ્તો પણ દેખાઈ રહ્યો છે. વિકી અને વિહાનના કપડાં પરથી અંદાજો લગાવી શકાય છે કે તેઓ કોઈ ઠંડી જગ્યાએ (વિદેશમાં) છે. પિતા શામ કૌશલે પણ પ્રેમ વરસાવ્યો કેટરિના ઉપરાંત વિકીના પિતા અને પ્રખ્યાત એક્શન ડિરેક્ટર શામ કૌશલે પણ દીકરા વિકી સાથેનો અનસીન ફોટો શેર કરીને તેને આશીર્વાદ આપ્યા છે. તેમણે લખ્યું, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દીકરા. ભગવાનના આશીર્વાદ હંમેશા તારા પર બન્યા રહે. તારા માટે હંમેશા પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ. તારા જેવો દીકરો મેળવીને હું ખૂબ ખુશ અને ભાગ્યશાળી અનુભવી રહ્યો છું. ભગવાનની કૃપા જળવાઈ રહે દીકરા.’ પછી તેમણે પંજાબીમાં લખ્યું, ‘જોર દી જપ્પી’. ફોટોમાં વિહાનનો ક્યુટ સામાન દેખાયો શામ કૌશલે પોસ્ટ કરેલા ફોટોમાં તેઓ અને વિકી ઘરે સોફા પર બેઠેલા જોવા મળે છે. વિકીએ બ્લુ ટીશર્ટ અને સફેદ પજામા પહેરેલો છે. દરમિયાન તેમની વચ્ચે વિહાનની કેટલીક સ્ટોરી બુક્સ અને પિક્ચર બુક્સ જોવા મળી રહી છે. સાથે જ બાજુમાં રાખેલા કન્ટેનરમાં વિહાનના કપડાં પણ દેખાઈ રહ્યા છે. સેલેબ્સે પણ શુભેચ્છાઓ આપી કેટરિના કૈફ અને શામ કૌશલના ફોટો પર બોલિવૂડ અને ટીવી સેલેબ્સે શુભેચ્છાઓ પાઠવી છે. લગ્નના ચાર વર્ષ બાદ ‘વિકેટ’ માતા-પિતા બન્યાં કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે 7 નવેમ્બરે પારણું બંધાયું હતું. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘અમારી ખુશીઓની નાની ગિફ્ટ આવી ગઈ છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે અમે અમારા દીકરાનું સ્વાગત કરીએ છીએ.’ સપ્ટેમ્બરમાં વિકી-કેટરિનાએ ચાહકોને આપી હતી ગુડ ન્યૂઝ કેટરિના કૈફ અને વિકી કૌશલે 23 સપ્ટેમ્બરના રોજ પ્રેગ્નેન્સી અંગે ફેન્સને જાણ કરી હતી. જોકે કેટરિનાની પ્રેગ્નેન્સીના સમાચાર પહેલાથી જ હેડલાઇન્સમાં હતા. દંપતીએ એક સુંદર ફોટો શેર કર્યો હતો. ફોટોની સાથે તેણે લખ્યું હતું, ‘આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, અમે અમારા જીવનનું સૌથી સુંદર પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ.’ વિક્કી- કેટરીનાની લવસ્ટોરી કેટરીના કૈફ અને વિક્કી કૌશલની લવસ્ટોરી પણ રસપ્રદ રહી છે. બોલિવૂડની ડિવા કેટરીના કૈફ માટે વિક્કી કૌશલના હૃદયમાં કૂણી લાગણીઓ હતી. વિક્કીએ એક એવોર્ડ શો દરમિયાન સ્ટેજ પર કેટરીનાને રમૂજી અંદાજમાં પ્રપોઝ કરી હતી, જોકે બંનેનાં લગ્ન થયાં ત્યાં સુધી તેમણે આ સંબંધને ખાનગી રાખ્યો હતો. કેટરીનાએ એક વખત જણાવ્યું હતું કે એવોર્ડ ફંક્શન બાદ કરણ જોહરે હોસ્ટ કરેલી પાર્ટીમાં મળ્યાં હતાં, જ્યાં તેણે ફિલ્મમેકર ઝોયા અખ્તરને વિક્કી માટેની ફીલિંગ્સ જાહેર કરી હતી. વિક્કી અને કેટરીનાએ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના માધોપુરના ફોર્ટ બરવાડા ખાતે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. વિક્કી આલિયા અને રણબીર કપૂર સાથે ‘લવ એન્ડ વોર’માં દેખાશે વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં રિયલ લાઇફ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે જોવા મળશે. ઉપરાંત તે 2026માં ક્રિસમસ પર રિલીઝ થનારી ‘મહાવતાર’ ફિલ્મમાં પણ જોવા મળશે. જ્યારે કેટરીના કૈફ છેલ્લે વિજય સેતુપતી સાથે 2024માં ‘મેરી ક્રિસમસ’માં જોવા મળી હતી.

Leave A Comment