સેલિના જેટલીએ પતિ પીટર વિરુદ્ધ FIR નોંધાવી:ઘરેલું હિંસા, સંપત્તિ છીનવી લેવાનો આરોપ; 2 દિવસ પહેલાં દીકરાની કબર પર જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી

Last Updated: May 9, 2026By

‘નો એન્ટ્રી’ ફેમ એક્ટ્રેસ સેલિના જેટલીએ તેના ઓસ્ટ્રિયન બિઝનેસમેન અને હોટેલિયર પતિ પીટર હાગ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે. એક્ટ્રેસે પતિ પર મારપીટ, નુકસાન પહોંચાડવું, ધમકી આપવા અને સતત પરેશાન કરવાના આરોપો લગાવ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે FIR નોંધવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 85, 115(2), 351(2) અને 352 હેઠળ કેસ નોંધ્યો છે. આ કાર્યવાહી ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 હેઠળ ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા ઉપરાંત કરવામાં આવી છે. તપાસમાં સહયોગ ન કરવાને કારણે મુંબઈ પોલીસે પીટર હાગ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) પણ જારી કર્યું છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ઘરેલુ હિંસાનો કેસ પહેલા પણ નોંધાયો હતો ગયા વર્ષે નવેમ્બરમાં સેલિના જેટલીએ અંધેરી કોર્ટમાં પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. કોર્ટના દસ્તાવેજો અનુસાર, તેણે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ વચગાળાની રાહત અને એકતરફી રાહતની માંગ કરી હતી. અંધેરી કોર્ટમાં પોતાની અરજીમાં એક્ટ્રેસે પીટર પર પરપુરુષ સાથે સંબંધ બાંધવા દબાણ, પ્રાઇવેટ પાર્ટમાં રોડ નાખવાની ધમકી સહિતના 15 ગંભીર અને ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. સેલિનાએ લગાવેલા 15 આરોપ આ ઉપરાંત સેલિનાએ અરજીમાં જે આરોપો લગાવ્યા છે એ આ પ્રમાણે છે… તેણે કહ્યું કે આ બધું ત્યારે થયું જ્યારે તે તેના નવજાત બાળક અને માતા-પિતાના મૃત્યુ પછી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. રડતાં રડતાં દીકરા શમશેરની કબર પર પોતું માર્યું તાજેતરમાં સેલિનાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તે ઓસ્ટ્રિયામાં તેના દિવંગત દીકરા શમશેરની કબર પર રડતી જોવા મળી હતી. સેલિનાએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું, ‘છૂટાછેડાની સુનાવણી માટે ઓસ્ટ્રિયામાં વિતાવેલા છેલ્લા 2 અઠવાડિયા અત્યંત ક્રૂર હતા. જે એકમાત્ર બાળકને હું મળી શકી તે સ્વર્ગસ્થ શમશેર હતો. જજ સમક્ષ હાજર થયા હોવા છતાં મને મારા બાળકોને ઘરે લાવવા દેવામાં આવ્યા નથી. એટલું જ નહીં, મને મારા 3 બાળકોને જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, જેમને મેં જન્મ આપ્યો છે અને જેમના માટે મેં અનેક બલિદાનો આપ્યા છે. મારા બાકી બચેલા લગ્ન પહેલાના એસેટ્સ (સંપત્તિ) છીનવી લેવા માટે મારા બાળકોને ફોસલાવવામાં આવી રહ્યા છે અને મારી વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે. આશા છે કે મને ઈજા પહોંચાડવાથી તેને રાહત મળશે, દુર્ભાગ્યે આ બધી વસ્તુઓ આપણા બાળકો માટે હંમેશ માટે એક ઘા બની જશે.’ સેલિના જેટલીએ 2010માં લગ્ન કર્યા હતા સેલિના જેટલીએ 2010માં પીટર હાગ સાથે લગ્ન કર્યાં હતાં. સેલિનાએ 2012માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. 5 વર્ષ પછી તેમને ફરી જોડિયા બાળકો થયા, જેમાંથી એકનું હાઈપોપ્લાસ્ટિક હાર્ટ કન્ડિશનના કારણે મૃત્યુ થયું. હાલમાં સેલિનાના ત્રણ બાળકો વિન્સ્ટન, વિરાજ અને આર્થર છે. સપ્ટેમ્બર 2025માં સેલિનાએ આરોપ લગાવ્યો હતો કે, તેને લગ્નની 15મી વર્ષગાંઠની ભેટના બહાને પોસ્ટ ઓફિસ લઈ જઈને છૂટાછેડાની નોટિસ પકડાવવામાં આવી હતી.

Leave A Comment