હોકી વર્લ્ડ કપમાં ભારતની જીતથી શરૂઆત:વેલ્સને 3-1થી હરાવ્યું; કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ ફટકાર્યા
ભારતે મેન્સ હોકી વર્લ્ડ કપમાં જીતથી શરૂઆત કરી છે. તેણે શનિવારે પોતાની પહેલી મેચમાં વેલ્સને 3-1થી હરાવ્યું. 7મી મિનિટમાં સંજયે પેનલ્ટી પર ગોલ કરીને ટુર્નામેન્ટમાં ભારતના ગોલનું ખાતું ખોલ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે 11મી અને 43મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ ફટકાર્યા. છેલ્લી મિનિટોમાં વેલ્સના સેમ વેલ્શે ગોલ કરીને હારનું અંતર ઓછું કર્યું. અહીં વેલ્સને પેનલ્ટી સ્ટ્રોક મળવાનો હતો, પરંતુ રેફરીના હાથમાંથી વ્હીસલ છૂટી ગઈ. તેઓ સીટી વગાડે તે પહેલાં જ સેમે ગોલ કરી દીધો. મહિલાઓમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની જીત્યું આ પહેલાં મહિલા વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જાપાનને 2-0થી હરાવ્યું. જ્યારે, જર્મનીએ સ્કોટલેન્ડને 3-0થી હાર આપી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

