ઇન્ડિયા હોમ સિઝનમાં 22 મેચ રમશે:9 વનડે, 5 ટેસ્ટ અને 8 T-20; અમદાવાદ-રાજકોટમાં મેચ; વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાની ટીમ આવશે
BCCIએ ટીમ ઇન્ડિયાના 2026-27ની ઈન્ટરનેશનલ હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સિઝનમાં કુલ 22 મેચ (9 વનડે, 5 ટેસ્ટ અને 8 ટી-20) 17 અલગ-અલગ શહેરોમાં રમાશે. આ દરમિયાન કુલ ચાર ટીમો ભારત પ્રવાસે આવશે. તેમાં વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાના નામ શામેલ છે. ઘરેલું સિઝનનો પ્રારંભ સપ્ટેમ્બરમાં થશે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસથી સિઝન શરૂ થશે
સિઝનની શરૂઆત 27 સપ્ટેમ્બર 2026 થી વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ સાથે થશે. આ પ્રવાસમાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમાશે. વનડે મેચો તિરુવનંતપુરમ, ગુવાહાટી અને ન્યૂ ચંદીગઢમાં થશે, જ્યારે ટી-20 સિરીઝ લખનૌ, રાંચી, ઇન્દોર, હૈદરાબાદ અને બેંગલુરુમાં રમાશે. શ્રીલંકા ટીમ ડિસેમ્બરમાં આવશે
ત્યારબાદ ડિસેમ્બર 2026માં શ્રીલંકાની ટીમ ભારત પ્રવાસે આવશે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમાશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારત-ઓસ્ટ્રેલિયા 5 ટેસ્ટ રમશે
નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી 2027માં ઝિમ્બાબ્વેની ટીમ ભારત પ્રવાસે ત્રણ વનડે મેચ રમશે. આ મેચો કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં યોજાશે. આ સિઝનમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ 5 ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરશે. તેની શરૂઆત 21 જાન્યુઆરી 2027ના રોજ નાગપુરમાં પ્રથમ ટેસ્ટથી થશે. ત્યારબાદ આગામી ચાર ટેસ્ટ ચેન્નઈ, ગુવાહાટી, રાંચી અને અમદાવાદમાં રમાશે. ————————- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… IPLની ઓપનિંગ સેરેમની નહીં થાય:ભાગદોડ દુર્ઘટના બાદ BCCIનો નિર્ણય, ફાઇનલમાં થશે ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન IPL 2026 ની ઓપનિંગ સેરેમની નહીં થાય. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ તેની પુષ્ટિ કરી છે. સીઝનનો પહેલો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે 28 માર્ચે રમાશે. સંપૂર્ણ સમાચાર વાંચો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

