ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:સ્થાનિક ખરીદી અને બેંકિંગ મજબૂતી વચ્ચે બજારમાં તેજીનો માહોલ…!!!
ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે મિશ્ર પરંતુ એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું. સપ્તાહની શરૂઆત વૈશ્વિક નબળા સંકેતો, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે દબાણ સાથે થઈ હતી. જોકે બાદમાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી, બેંકિંગ શેરોમાં મજબૂતી અને ટૂંકી વેચવાલી આવરણના કારણે બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. દિવસ દરમિયાન ઘણા વખત તેજી અને મંદીના સ્વિંગ જોવા મળતા ટ્રેડર્સમાં સાવચેતીનો માહોલ રહ્યો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પસંદગીયુક્ત ખરીદીના કારણે વ્યાપક બજાર સ્થિર રહ્યું. ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે મહત્તમ મુદ્દાઓ પર સંમતિ સધાઈ ગયાના ગઈકાલે અહેવાલોએ યુદ્વનો અંત નજીક હોવાના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં તેજી જોવાયા બાદ ફરી ઈરાન પર અમેરિકાના હુમલા અને ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લાનો ખાતમો બોલાવવાના હૂંકારને લઈ મામલો જોખમી બનતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગી હતી. સપ્તાહના અંતે વૈશ્વિક મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્વના અંત અને ડિલની શકયતાના ફરી અહેવાલ વહેતાં થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ત્રણથી ચાર ટકા ઘટી આવતાં અને કોર્પોરેટ પરિણામો ખાસ કેપિટલ ગુડઝ-પાવર કંપનીઓના પ્રોત્સાહક નીવડતાં ફંડોએ આજે આરંભિક કલાકોમાં શેરોમાં તેજી કરી હતી. ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો મજબૂત બની છેલ્લે ૯૫.૬૭ જેટલો રહેતાં પોઝિટીવ અસરે અને દેશમાં વીજળીનો વપરાશ તીવ્ર વધતાં અને એલ્યુમીનિયમના ભાવ વિશ્વ બજારમાં ચાર વર્ષની ઊંચાઈએ પહોંચી જતાં ફંડોની પાવર-કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્વના અંત અને ડિલની શકયતાના ફરી અહેવાલ વહેતાં થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ત્રણથી ચાર ટકા ઘટી આવતાં અને કોર્પોરેટ પરિણામો ખાસ કેપિટલ ગુડઝ-પાવર કંપનીઓના પ્રોત્સાહક નીવડતાં ફંડોએ આજે આરંભિક કલાકોમાં શેરોમાં તેજી કરી હતી. સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ભારે વધઘટ છતાં મર્યાદિત તેજી જોવા મળી. શરૂઆતમાં વૈશ્વિક દબાણના કારણે સૂચકાંક નબળાઈ સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો, પરંતુ ખાનગી બેંકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર શેરોમાં મજબૂત ખરીદી આવતા ઇન્ડેક્સમાં ઝડપી સુધારો નોંધાયો. ઉપરના સ્તરે સતત નફાવસૂલી જોવા મળતા બજારમાં ઘણા વખત દબાણ પણ જોવા મળ્યું. પસંદગીયુક્ત મોટી મૂડીવાળા શેરોમાં ખરીદી બજાર માટે મુખ્ય ટેકો બની. સપ્તાહના અંતે સેન્સેક્સ મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ઉપર ટકેલો રહ્યો, જે ટૂંકા ગાળામાં સકારાત્મક સંકેત આપી રહ્યો છે. નિફ્ટી ફ્યુચરમાં સપ્તાહ દરમિયાન શરૂઆતમાં દબાણ બાદ તેજી તરફી વલણ જોવા મળ્યું. સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ બની. બેંકિંગ, પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દૈનિક વપરાશ સંબંધિત શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી. સરકારના મૂડી ખર્ચ અને વિકાસલક્ષી યોજનાઓ અંગેની સકારાત્મક અપેક્ષાએ રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો. રિટેલ રોકાણકારોની સક્રિય ભાગીદારી પણ બજાર માટે ટેકોરૂપ રહી. રૂપિયા સ્થિર રહેતા બજારમાં રાહત જોવા મળી. જોકે ઊંચા મૂલ્યાંકન અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારો હજુ પણ પસંદગીયુક્ત અભિગમ અપનાવતા રહ્યા. વૈશ્વિક બજારોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બજારોમાં નફાવસૂલી અને બોન્ડ યીલ્ડમાં વધઘટ રોકાણકારો માટે ચિસ્તાનો વિષય રહ્યા. યુરોપિયન બજારોમાં મર્યાદિત સ્થિરતા જોવા મળી. ડોલર ઇન્ડેક્સ મજબૂત રહેતા ઉદયમાન બજારોમાં સાવચેતીનો માહોલ રહ્યો. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ વૈશ્વિક મોંઘવારી અંગેની ચિંતા વધારતા રહ્યા. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તંગદિલી અને વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી. સુરક્ષિત રોકાણ માંગ વધતા સોનામાં મજબૂતી જોવા મળી. બેંકિંગ અને નાણાકીય સેક્ટરે સમગ્ર સપ્તાહ દરમિયાન બજારને સૌથી વધુ ટેકો આપ્યો. ખાનગી બેંકોમાં મજબૂત ખરીદી જોવા મળી. પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં પણ સતત તેજી રહી. દૈનિક વપરાશ અને ફાર્મા સેક્ટરમાં રક્ષણાત્મક ખરીદી જોવા મળી. બીજી તરફ માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ સેક્ટરમાં મિશ્રથી નબળું વલણ જોવા મળ્યું. ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીયુક્ત ખરીદીના કારણે મર્યાદિત મજબૂતી નોંધાઈ. સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી સમગ્ર સપ્તાહ દરમિયાન બજાર માટે મુખ્ય ટેકો બની. ટૂંકી વેચવાલી આવરણ તેજી, બેંકિંગ અને પાવર શેરોમાં મજબૂતી તથા સ્થાનિક લિક્વિડિટીના કારણે બજારમાં સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યો. રિટેલ રોકાણકારોની સક્રિય ભાગીદારી પણ સકારાત્મક પરિબળ રહ્યા. મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ઉપર બજાર ટકવાથી રોકાણકારોમાં વિશ્વાસ જળવાઈ રહ્યો. વૈશ્વિક અસ્થિરતા, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી મોંઘવારી અંગેની ચિંતા યથાવત રહી. માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ શેરોમાં દબાણ જોવા મળ્યું. વિદેશી સંસ્થાગત રોકાણકારોનું મર્યાદિત વેચવાલી વલણ પણ બજારમાં અસ્થિરતા વધારતું રહ્યું. કોમોડિટી બજારમાં સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વોલેટિલિટી જોવા મળી. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત તેજી નોંધાઈ જ્યારે બેઝ મેટલમાં મિશ્ર વલણ રહ્યું. ઔદ્યોગિક કોમોડિટીમાં અસ્થિરતા યથાવત રહી. સોનામાં Safe Haven Demandના કારણે મજબૂતી જોવા મળી જ્યારે ચાંદીમાં ભારે વધઘટ નોંધાઈ. સમગ્ર કોમોડિટી બજાર મિશ્ર વલણ સાથે ટ્રેડ થયું. ભાવિ દિશા :- ટૂંકા ગાળામાં ભારતીય શેરબજાર ભારે વોલેટિલિટી સાથે તેજી તરફી રહી શકે છે. મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ઉપર બજાર ટકી રહે તો વધુ સુધારાની શક્યતા વધી શકે છે. ઉપરના સ્તરે અવરોધજનક દબાણ યથાવત રહી શકે છે. વૈશ્વિક સંકેતો અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની નાણાં પ્રવાહની સ્થિતિ બજારની આગામી દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બેંકિંગ અને રક્ષણાત્મક સેક્ટર આગામી સમયમાં તુલનાત્મક રીતે વધુ સારું પ્રદર્શન દર્શાવી શકે છે. જો વિદેશી નાણાં પ્રવાહમાં સુધારો થાય અને વૈશ્વિક બજારો સ્થિર રહે તો બજારમાં વધુ તેજી નોંધાઈ શકે છે. જોકે આક્રમક ખરીદી કરતાં પસંદગીયુક્ત અને સાવચેત રોકાણ અભિગમ વધુ યોગ્ય રહેશે. તા.01.06.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… • તા.૨૭.૦૫.૨૦૨૬ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૪૦ પોઈન્ટ:- આગામી સંભવિત નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ તેમજ 24088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોનથી ટ્રેડીંગ સંદર્ભે 23676 પોઈન્ટથી ૨૩૬૦૬ અને ૨૩૪૭૪ પોઈન્ટ આસપાસ મહત્વપૂર્ણ સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ • હવેલ્સ ઇન્ડિયા ( ૧૧૯૨ ):- કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને હોમ એપ્લાયન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૬૩નો પ્રથમ તેમજ રૂ.૧૧૫૦ના બીજા સપોર્ટથી રૂ.૧૨૦८થી રૂ.૧૨૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! • એચડીએફસી બેંક ( ૭૪૨ ):- પ્રાઈવેટ બેંકિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૨૭નો પ્રથમ તેમજ રૂ.૭૨૦ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૫૩થી રૂ.૭૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! • એજીઆઈ ગ્રીનપેક ( ૬૦૧ ) :- પેકેજિંગ અને ગ્લાસ કન્ટેનર સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૮૮નો પ્રથમ તેમજ રૂ.૫૭૫ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૬૩૩થી રૂ.૬૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૬૫૪ ઉપર તેજી તરફી ધ્યાન…!! • સ્કીપર લિ. (૫૨૯ ) :- પાવર ટ્રાન્સમિશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૯૪નો પ્રથમ તેમજ રૂ.૪૮८ના બીજા સપોર્ટથી રૂ.૫૪८થી રૂ.૫૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! • ઇન્ડીજીન લિ. (૫૨૧ ) :- હેલ્થકેર અને લાઈફ સાયન્સ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૯૭નો પ્રથમ તેમજ રૂ.૪૮८ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૫૪૫થી રૂ.૫૫૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! • ઝાયડસ વેલનેસ ( ૫૦૪ ) :- એફએમસીજી અને હેલ્થ વેલનેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૮૪ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે રૂ.૫૨૩થી રૂ.૫૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના …!!
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
