ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ:ક્રૂડ ઓઈલના વધતા ભાવના કારણે બજારમાં રિસ્ક ઓફ મૂડ જોવા મળ્યો
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ભારે બેરિશ દબાણ જોવા મળ્યું, જેમાં શરૂઆતથી જ નેગેટિવ સેન્ટિમેન્ટ હાવી રહ્યો. વૈશ્વિક નબળાઈ, એફઆઈઆઈ વેચવાલી અને ક્રૂડ ઓઈલના વધતા ભાવના કારણે બજારમાં રિસ્ક ઓફ મૂડ જોવા મળ્યો, જ્યારે દિવસભર ઇન્ડેક્સમાં રિકવરીના પ્રયત્નો થયા છતાં દરેક ઉછાળા પર વેચવાલી જોવા મળતા બજાર દબાણ હેઠળ રહ્યું. બેંકિંગ,આઈટી અને મેટલ સેક્ટરમાં ભારે ઘટાડા થકી ઇન્ડેક્સમાં નબળાઈ સાથે માર્કેટ સ્ટ્રક્ચર નબળું રહ્યું, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો. દિવસ દરમિયાન હેવીવેઈટ બેંકિંગ અને આઈટી શેરોમાં સતત વેચવાલી જોવા મળતા સેન્સેક્સમાં મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ગુમાવ્યા. ઇન્ટ્રાડે થોડા સમય માટે રિકવરી જોવા મળી પરંતુ ઉપરના લેવલ પર ફરી પ્રોફિટ બુકિંગ આવતા સેન્સેક્સ બેઈઝ સ્ટોક સાથે નિફ્ટી ફ્યુચરમાં શોર્ટ બીલ્ડઅપ અને વેચવાલી જોવા મળ્યું, જેમાં ફ્યુચર માર્કેટમાં મંદીનું દબાણ સ્પષ્ટ જોવા મળ્યું. આજની મંદીનાં કારણો : વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં વધારો એ બજાર માટે મુખ્ય નેગેટિવ પરિબળ રહ્યો. મધ્ય પૂર્વમાં વધતી અનિશ્ચિતતા અને વૈશ્વિક રાજકીય તણાવ રોકાણકારોને જોખમ ટાળવા પ્રેરિત કરે છે, જ્યારે યુએસ અને યુરોપિયન બજારોમાં નબળાઈ જોવા મળતા ગ્લોબલ સેન્ટિમેન્ટ નેગેટિવ બન્યું. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો માર્કેટ માટે દબાણ ઊભું કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી ઇન્ફ્લેશન અંગેની ચિંતા વધારે છે. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 77958 સામે 78339 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 77713 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ 671 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સેન્સેક્સ સરેરાશ 114 પોઈન્ટના ઘટાડા સાથે 77844 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24447 સામે 24450 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 24318 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ 217 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 42 પોઈન્ટના ઘટાડા સાથે 24405 પોઈન્ટ બંધ થયેલ. સેક્ટરવાઈઝ મૂવમેન્ટ : બેંકિંગ અને ફાઈનાન્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, જેમાં પીએસયુ અને પ્રાઈવેટ બેંક બંનેમાં દબાણ રહ્યું. જ્યારે આઈટી સેક્ટરમાં વૈશ્વિક નબળાઈ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે ઘટાડો નોંધાયો. મેટલ શેરોમાં વૈશ્વિક માંગ નબળી રહેતા વેચવાલી જોવા મળી. ઓટો શેરોમાં પણ દબાણ રહ્યું, જ્યારે એફેમ્સીજી અને ફાર્મા સેક્ટરમાં ડિફેન્સિવ ખરીદીના કારણે મર્યાદિત સ્થિરતા જોવા મળી. કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી બજાર માટે નકારાત્મક રહી. મેટલ્સમાં નબળાઈ જોવા મળી. સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી, કારણ કે અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત સ્વર્ગ (Safe Haven) તરફ વળ્યા છે. ભાવિ દિશા : ટૂંક સમયમાં બજારોમાં ઉચ્ચ અસ્થિરતા સાથે મંદીનો પૂર્વગ્રહ રહી શકે છે. જો નિફ્ટી મહત્વની સપાટી 24404 પોઇન્ટ ઉપર તેજી જળવાઈ રહેશે તો આગામી સમયે નવી ઊંચી સપાટીને સ્પર્શી શકે છે. હાલના તબક્કે નિફ્ટી ફ્યુચર માં 24404 અને 24202 પોઈન્ટ સૌથી મહત્વપૂર્ણ સપોર્ટ છે. તા. 08.05.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… તા. 07.05.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24405 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24272 પોઈન્ટના પ્રથમ અને 24202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24434 પોઈન્ટ થી 24474 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24505 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ અદાણી પોર્ટસ ( 1742 ) :- પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1727 નો પ્રથમ તેમજ રૂ. 1717 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1754 થી રૂ. 1760 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ. 1773 ઉપર તેજી તરફી ધ્યાન…!! આઈસીઆઈસીઆઈ બેંક ( 1284 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1263 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1247 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1293 થી રૂ. 1303 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! એચડીએફસી બેંક ( 797 ) :- રૂ. 784 નો પ્રથમ તેમજ રૂ. 778 ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 808 થી રૂ. 814 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! કોટક મહિન્દ્રા બેંક ( 381 ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 387 થી રૂ. 393 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 367 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!! ટેક મહિન્દ્રા ( 1446 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1430 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1462 થી રૂ. 1470 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
