ઓસામા બિન લાદેનની હત્યા કરાવનાર CIAના ભૂતપૂર્વ નિર્દેશકે Donald Trumpનો કર્યો પર્દાફાશ, જાણો શું કહ્યુ?

Last Updated: March 23, 2026By

લિયોન પેનેટાએ કહ્યું કે, ટ્રમ્પ વિચારતા હતા કે, આયાતુલ્લાહના મૃત્યુ પછી ઈરાન નબળું પડશે પણ તે વધુ મજબૂત બન્યું છે.

પરિસ્થિતિ માટે ટ્રમ્પ જવાબદારઃ લિયોન પેનેટા

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તેના અંતના કોઈ સંકેત નથી. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સંઘર્ષમાં ફસાઈ ગયા છે. જેમ જેમ યુદ્ધ આગળ વધી રહ્યું છે. તેમ તેમ ઘરેલુ મોરચે ટ્રમ્પની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ભૂતપૂર્વ યુએસ સંરક્ષણ સચિવ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ભૂતપૂર્વ વડા લિયોન પેનેટાએ ઈરાન સાથેના યુદ્ધ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ હાલમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. જેના માટે તેઓ પોતે જવાબદાર છે.

‘વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો’

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ભૂતપૂર્વ વડા લિયોન પેનેટાએ કહ્યું હતું કે, ટ્રમ્પ એક મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. કાં તો તે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે યુદ્ધને વધુ તીવ્ર બનાવે છે અથવા પીછેહઠ કરે છે અને વિજયનો દાવો કરે છે. જોકે વાસ્તવિકતા અલગ છે. પેનેટાએ કહ્યું કે વર્ષોથી, યુએસ સુરક્ષા અધિકારીઓ જાણતા હતા કે ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને અવરોધિત કરી શકે છે. જેનાથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ શકે છે.

ઇરાન બન્યુ વધુ મજબૂત

ભૂતપૂર્વ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ભૂતપૂર્વ વડા લિયોન પેનેટાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના મૃત્યુ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ટ્રમ્પે વિચાર્યું હતું કે આયાતુલ્લાહના મૃત્યુ પછી ઈરાન નબળું પડી જશે. પરંતુ તે પહેલા કરતાં વધુ મજબૂત બનીને ઉભરી આવ્યું છે. પરિસ્થિતિ હવે વધુ તંગ બની ગઈ છે. અમેરિકા અને ઇઝરાયલે હવાઈ લાભ મેળવ્યો છે.

ટ્રમ્પ પાસે હવે મર્યાદિત વિકલ્પોઃ લિયોન પેનેટા

પેનેટાના મતે, ટ્રમ્પ પાસે હવે મર્યાદિત વિકલ્પો છે. જો યુદ્ધવિરામ ટૂંક સમયમાં નહીં થાય, તો ફક્ત વિજય જાહેર કરવાથી પરિસ્થિતિનો ઉકેલ આવશે નહીં. જ્યાં સુધી ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર દબાણ જાળવી રાખશે. ત્યાં સુધી કટોકટી ટાળવી મુશ્કેલ બનશે. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું છે કે હોર્મુઝને તાત્કાલિક કબજે કરી શકાતું નથી. આ માટે એક ઓપરેશનલ યોજનાની જરૂર છે. જેમાં અઠવાડિયા લાગી શકે છે. અમેરિકાએ ઇઝરાયલને પણ આ વિશે જાણ કરી છે.

આ પણ વાંચોઃ Iranના નવા સુપ્રીમ લીડર Mojtaba Khameneiની ગેરહાજરીએ વિશ્વમાં વધારી ચિંતા, અસ્તિત્વ પર ઉઠ્યા સવાલ