'કબડ્ડીના ચાણક્ય' રણધીર સિંહ સેહરાવત ગુજરાતના મુખ્ય કોચ તરીકે નિયુક્ત:અર્જુન એવોર્ડ વિજેતા સેહરાવત PKLના સૌથી અનુભવી કોચમાંના એક છે

Last Updated: March 11, 2026By

પ્રો કબડ્ડી લીગ (PKL)ની આગામી સીઝન પહેલા, અનુભવી કબડ્ડી વ્યૂહરચનાકાર રણધીર સિંહ સેહરાવતને ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. “કબડ્ડીના ચાણક્ય” તરીકે જાણીતા, સેહરાવત લીગના સૌથી અનુભવી કોચમાંના એક છે, જે 2014માં શરૂઆતથી PKL સાથે સંકળાયેલા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમની ટીમે સીઝન-6માં PKLનું ટાઇટલ જીત્યું અને 6 વખત પ્લેઑફમાં પહોંચી. રણધીર સિંહ સેહરાવતના કોચિંગમાં પુરુષ અને મહિલા ટીમે અનેક ચેમ્પિયનશિપ જીતી અર્જુન એવોર્ડી સેહરાવત કબડ્ડી અંગે ખુબ ઉંડો અનુભવ ધરાવે છે. તેમણે ભારતીય રેલવે કબડ્ડી ટીમને પણ કોચિંગ આપ્યું છે, જેમાં પુરુષો અને મહિલા બંને ટીમે અનેક રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જીત નોંધાવી છે. અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું એક ખેલાડી તરીકે, સેહરાવતે એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ (1988), સાઉથ એશિયન ગેમ્સ (1989) અને (1990) એશિયન ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેમણે ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન તરીકે સેવા આપી હતી. પોતાની નિમણૂક અંગે વાત કરતાં, સેહરાવતે કહ્યું કે, “પ્રો કબડ્ડી લીગમાં પાછા ફરવાનો મને આનંદ છે અને આ તક માટે હું અદાણી સ્પોર્ટ્સલાઇનનો આભારી છું. ગુજરાત જાયન્ટ્સમાં યુવા પ્રતિભા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે, અને હું ટીમ સાથે કામ કરવા આતુર છું, કારણ કે અમે આ વખતે ટાઇટલ જીતવાનું ટાર્ગેટ રાખીએ છીએ.”