ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ રાઉલ ફરી ચર્ચામાં:સુનાવણી વિના 600 લોકોને મૃત્યુદંડ આપ્યો, ગોળી મારતા પોતે જ જોતા હતા
અમેરિકી કોર્ટમાં હત્યા અને અમેરિકન નાગરિકોનો જીવ લેવાનું ષડયંત્ર રચવાનો ગંભીર કેસ કરાયા થયા પછી ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ટ્રો ફરી ચર્ચામાં છે. જુલાઈ 1953 થી જાન્યુઆરી 1959 સુધી ચાલેલા ક્યુબામાં ક્રાંતિકારી આંદોલનમાં ત્રીજો સૌથી મોટો ચહેરો રહેલા રાઉલ મોટા ભાઈ ફિદેલ કાસ્ટ્રોની યોજનાઓના મુખ્ય માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. 1959માં કાસ્ટ્રો ભાઈઓએ ક્યુબાની સત્તા સંભાળતા જ, તેમણે બતિસ્તા સરકારના પૂર્વ અધિકારીઓ, પોલીસકર્મીઓ અને જાસૂસો પર કેસ ચલાવ્યા. ‘લા કાબાના’ કિલ્લાના પ્રભારી તરીકે રાઉલે કોઈપણ કાનૂની પ્રક્રિયા વિના, 500-600 લોકોને મોતને ઘાટ ઉતારવાનો આદેશ આપ્યો. તેઓ ફાયરિંગ સ્ક્વોડ દ્વારા લોકોને ગોળી મારતા જોતા હતા. 2008 થી 2018 સુધી ક્યુબાના રાષ્ટ્રપતિ રહેલા રાઉલની ઓળખ ક્રૂર નેતા તરીકેની છે. રક્ષા મંત્રી તરીકે વિરોધીઓનો સફાયો કર્યો 1960ના દાયકામાં જ્યારે ક્યુબામાં ક્રાંતિ પછી વિરોધીઓ પર કાર્યવાહી શરૂ થઈ, ત્યારે ફાયરિંગ સ્ક્વોડ અને સૈન્ય ટ્રાયલની સંપૂર્ણ વ્યવસ્થા રક્ષા મંત્રી તરીકે રાઉલે જ કરી હતી. જૂન 1958માં બતિસ્તાની સેનાને રોકવા માટે અમેરિકી નૌકાદળના જવાનો સહિત 50 નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હતા. 1960-70ના દાયકામાં હજારો લોકોને નિષ્પક્ષ સુનાવણી વિના જેલો અને શ્રમ શિબિરોમાં મોકલવામાં આવ્યા. પૂર્વ સીઆઈએ વિશ્લેષક બ્રાયન કહે છે કે ફિદેલ સાર્વજનિક મંચ પરથી ભાષણ આપતા હતા, પરંતુ આદેશોનો અમલ કરાવનાર મગજ રાઉલનું હતું. બાળપણમાં રાઉલને શાળામાં શિક્ષકે કોઈ વાત પર થપ્પડ મારી, તો તેણે તેને ધક્કો મારીને પાડી દીધા અને બાળકોને તે શિક્ષક વિરુદ્ધ એકઠા કરી લીધા. આ માટે તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. શાળામાંથી પિતાને નોટિસ મોકલવામાં આવી કે આ છોકરો સુધરશે નહીં. 6 વર્ષની ઉંમરે તાનાશાહને પોતાની શરત પર ઝુકાવ્યો હતો 1938માં ક્યુબાના તાનાશાહ બતિસ્તાએ એક સૈનિક સ્કૂલની મુલાકાત લીધી. ત્યારે 6 વર્ષના રાઉલને સ્વાગત પ્રવચન આપવાનું હતું. રાઉલે ભાષણ વાંચવાને બદલે નિર્ભયતાથી શરત મૂકી કે પહેલા તેના શિક્ષકને પદોન્નત કરીને ‘લેફ્ટનન્ટ’ બનાવવામાં આવે. આના 20 વર્ષ પછી (1959માં) રાઉલે તેના ભાઈ ફિદેલ સાથે મળીને તે જ બતિસ્તાને સત્તા પરથી હટાવી દીધો. દુનિયાના કોઈપણ દેશના સૌથી લાંબા સમય (લગભગ 49 વર્ષ) સુધી સંરક્ષણ મંત્રી રહેલા રાઉલે હોટેલ, પર્યટન, બંદર અને વિદેશી મુદ્રા સાથે સંકળાયેલો 60% થી વધુ કારોબાર સૈન્ય કંપનીઓને સોંપી દીધો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

