ચાંદીમાં એક જ દિવસમાં મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું:સોનું ઓલ ટાઈમ હાઈથી ₹18 હજાર સસ્તું થયું, PMએ વર્ષ સુધી ના ખરીદવાની અપીલ કરી છે; જુઓ લેટેસ્ટ ભાવ

Last Updated: May 15, 2026By

આજ રોજ 15 મેના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી ₹19,693 ઘટીને ₹2.68 લાખ થઈ ગઈ, જે ગુરુવારે ₹2.87 લાખ પર હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹3,000 ઘટીને ₹1.58 લાખ પર આવી ગયું છે. આ પહેલા 16 એપ્રિલે તે ₹1.61 લાખ પર હતું. સોનું ઓલ ટાઈમ હાઈથી 106 દિવસમાં ₹17,962 અને ચાંદી ₹1,18,433 સસ્તી થઈ છે. 29 જાન્યુઆરીએ સોનું ₹1.76 લાખ/10 ગ્રામ અને ચાંદી ₹3.86 લાખ/કિલો હતી. રવિવારે કર્ણાટક અને તેલંગાણાની સભાઓમાં પીએમએ લોકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી હતી. સોનું ઓલ ટાઈમ હાઈથી ₹18 હજાર સસ્તું થયું આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ચાંદીમાં કડાકો: ₹3.86 લાખથી ₹2.48 લાખ સુધી ચાંદીમાં સોનાની સરખામણીમાં વધુ ઉતાર-ચઢાવ રહ્યો અને તે ઓલ ટાઈમ હાઈથી ઝડપથી નીચે આવી છે. PMએ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી વડાપ્રધાને કહ્યું ‘એક સમય હતો, જ્યારે સંકટ આવવા પર દેશહિતમાં લોકો સોનું દાન કરી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે એ નક્કી કરવું પડશે કે આખા વર્ષ દરમિયાન ઘરમાં કોઈ કાર્યક્રમ હોય, આપણે સોનાના ઘરેણાં નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકારી રહી છે અને આપણે આ સ્વીકારીને વિદેશી મુદ્રા બચાવવી પડશે.’ આવું શા માટે કહ્યું: પીએમ મોદીએ ભારતના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે આ અપીલ કરી. ભારત પોતાના ઉપયોગનું લગભગ 99% સોનું વિદેશોમાંથી ખરીદે છે. 2025-26માં સોનાનું આ ઇમ્પોર્ટ બિલ લગભગ 6.4 લાખ કરોડ રૂપિયાનું હતું. વિદેશોમાંથી ખરીદવામાં આવતી વસ્તુઓના કુલ ખર્ચમાં 9% હિસ્સેદારી સાથે સોનું બીજા નંબર પર છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો 1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે. અસલી ચાંદીની ઓળખ કરવાના 4 રીતો

Leave A Comment