જૂનમાં 11 દિવસ બેંકોમાં કામ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 5 દિવસ બેંકો બંધ રહેશે
આવતા મહિને એટલે કે જૂનમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 11 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય. RBI દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, આવતા મહિને 4 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 5 દિવસ અલગ-અલગ જગ્યાએ બેંકો બંધ રહેશે. ઓનલાઈન બેંકિંગ દ્વારા કામ કરી શકશો તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેંકિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં થાય. જૂનમાં શેરબજારમાં 9 દિવસ કારોબાર નહીં જૂન 2026 માં શેરબજારમાં 9 દિવસ કારોબાર નહીં થાય. તેમાં 8 દિવસ શનિવાર અને રવિવારે કારોબાર નહીં થાય. આ ઉપરાંત શેરબજાર 26 જૂને મોહરમના કારણે પણ બંધ રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

