દેશનો સૌથી મોટો IPO 21-23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે:JIO 27 કરોડ શેરથી ₹30 હજાર કરોડ એકત્ર કરશે; એક શેરની કિંમત ₹1065-₹1119 હશે

Last Updated: October 14, 2026By

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડિજિટલ સર્વિસિસ કંપની જિયો પ્લેટફોર્મ્સનો IPO 21થી 23 ઑક્ટોબર સુધી ખુલશે. કંપની 27 કરોડ શેર જારી કરશે. એક શેરની કિંમત એટલે કે પ્રાઇસ બૅન્ડ ₹1,065થી ₹1,119 નક્કી કરવામાં આવી છે. કંપનીનો IPO દ્વારા 30 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. એન્કર ઇન્વેસ્ટર્સ 19 ઑક્ટોબરથી બિડ લગાવી શકશે એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, એન્કર ઇન્વેસ્ટર્સ એટલે કે મોટા સંસ્થાકીય રોકાણકારો માટે બિડિંગની તારીખ 19 ઑક્ટોબર નક્કી કરવામાં આવી છે. એટલે કે ઇશ્યૂ ખુલવાના બે દિવસ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સ બિડ લગાવી શકશે. સામાન્ય રોકાણકારો માટે આ IPO ત્રણ દિવસ સુધી ખુલ્લો રહેશે. કર્મચારીઓ અને શેરહોલ્ડર્સ માટે ₹3,000 કરોડ અનામત કંપનીએ IPOમાં પોતાના કર્મચારીઓ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સ માટે અનામત રાખ્યું છે… દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે જિયો પ્લેટફોર્મ્સ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. આ દ્વારા કંપની આશરે 30,213 કરોડ રૂપિયા એકત્ર કરશે. આ પહેલાં 2024માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો 27,858 કરોડ રૂપિયાનો IPO દેશનો સૌથી મોટો IPO હતો. શેરહોલ્ડર રિઝર્વેશનનો લાભ કોને મળશે? પાત્ર રિલાયન્સ શેરહોલ્ડર્સમાં તે વ્યક્તિઓ અને હિંદુ અનડિવાઇડેડ ફેમિલી (HUF)નો સમાવેશ થાય છે, જેમની પાસે RHP દાખલ કરવાની તારીખ એટલે કે 14 ઑક્ટોબર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પબ્લિક ઇક્વિટી શેર હતા. આ છૂટ લાગુ પાત્રતા માપદંડો અને નિયમનકારી નિયમોને આધીન રહેશે. 27 કરોડ નવા શેર જારી કરવામાં આવશે SEBI પાસેથી ઓગસ્ટમાં મળી હતી મંજૂરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ડિસ્ક્લોઝરમાં જણાવ્યું કે જિયો પ્લેટફોર્મ્સે આ પહેલાં 19 જૂને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જમા કર્યો હતો. ત્યારબાદ 28 ઓગસ્ટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) પાસેથી ઑબ્ઝર્વેશન લેટર એટલે કે મંજૂરી મળી હતી. જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે જિયો પ્લેટફોર્મ્સ હાલમાં દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે. FY26ના અંત સુધીમાં કંપનીનો કુલ સબ્સ્ક્રાઇબર બેઝ 52.44 કરોડ હતો. એક વર્ષ પહેલાં FY25માં આ આંકડો 48.82 કરોડ હતો. રિલાયન્સની ટેક કંપની છે જિયો પ્લેટફોર્મ્સ જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સની ટેક કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. ભારતમાં સૌથી મોટું મોબાઇલ નેટવર્ક ચલાવવાની સાથેસાથે આ કંપની દુનિયાની અન્ય ટેલિકોમ કંપનીઓને પણ અદ્યતન 5G સેવા અને ટેક્નોલોજી પૂરી પાડે છે. તેની પાસે 5G સાથે જોડાયેલા તમામ જરૂરી સોફ્ટવેર, નેટવર્ક સેવાઓ અને AI ટૂલ્સ ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજીની મદદથી મોટી કંપનીઓ અને પ્રાઇવેટ નેટવર્ક્સ માટે 5Gનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ બની જાય છે, જેને ઇન્ટરનેટ ક્લાઉડ પર પણ ચલાવી શકાય છે. કંપનીએ RHP દાખલ કર્યો IPO માટે કંપનીએ બુધવારે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે RHP ફાઇલ કરી દીધું છે. અમદાવાદમાં રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (RoC) પાસે RHP ફાઇલ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કરવામાં આવેલી નિયમનકારી ફાઇલિંગમાં આ માહિતી આપી છે. RHP (Red Herring Prospectus) શું હોય છે? આ એક સત્તાવાર દસ્તાવેજ છે, જેને કોઈ કંપની IPO લાવતાં પહેલાં SEBI અને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (RoC) પાસે જમા કરાવે છે. તેમાં કંપનીના બિઝનેસ, નાણાકીય સ્થિતિ, પ્રમોટર્સ અને જોખમી પરિબળોની સંપૂર્ણ વિગતો હોય છે. તેમાં શેરોની અંતિમ કિંમત (ઇશ્યૂ પ્રાઇસ) અથવા પ્રાઇસ બેન્ડ અને શેરોની સંખ્યાને બદલે અંદાજિત શ્રેણી આપવામાં આવે છે, જેને બાદમાં નક્કી કરવામાં આવે છે.

Leave A Comment